- ગીર ગાયનું A2 દૂધ 100% શુધ્ધ, સાત્વિક અને પૌષ્ટિક તથા
- 50 થી વધુ પ્રકારની બીમારીઓ સામે રક્ષણ આપે છે
સુરત: કૂપોષિત બાળકો અને મહિલાઓની મોટી સંખ્યા ધરાવતા દેશોમાં દૂધના ગુણો વિશે જાગૃતતા કેળવવા તેમજ રોજિંદા આહારમાં ધૂધને શામેલ કરવાની જાગૃતિ લાવવવાના હેતુસર UN દ્વારા 2001થી દર વર્ષે 1લી જૂનને વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવાય છે ત્યારે હરહમેશ સત્કાર્યો થકી સૌરભ ફેલાવતી સુરતની વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ઉમરા ગામમાં આવેલ વાત્સલ્યપૂરમ અનાથાશ્રમના અનાથ બાળકોને ગીર ગાયનું સ્વાસ્થવર્ધક A2 દૂધનું વિતરણ કરીને આ દિવસની સાચા અર્થમાં ઉજવણી કરાઈ હતી.
સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ઉમરામાં આવેલ વાત્સલ્યપૂરમ અનાથાશ્રમના બાળકો પાસે જઈને તેઓને દૂધની મહત્તા સમજાવ્યા બાદ વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દૂધનું વિતરણ કરાયુ હતું. વાત્સલ્યપૂરમ અનાથાશ્રમમાં વર્ષ 2007 થી અનાથ બાળકોનો ઉછેર કરવામાં આવે છે. માત્ર શારીરિક ઉછેર નહિ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે દેશના જવાબદાર નાગરિક બનવાના પાઠ પણ ભણાવાય છે. આવા જરૂરતમંદ બાળકો સુધી સંપૂર્ણ પોષણયુક્ત આહાર ગણાતા દૂધને પહોંચાડીને વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તેને અનાથાશ્રમના સંચાલકોએ વધાવી લીધું હતું. બાળકોએ પણ પોષણયુક્ત આહાર માટે આભાર માન્યો હતો.
નોંધનીય છે કે ગીર ગાયનું 100% શુધ્ધ, સાત્વિક અને પૌષ્ટિક દૂધ એટલે A2 દૂધ, આ દૂધ 50 થી વધુ પ્રકારની બીમારીઓ સામે રક્ષણ આપે છે. જેમાં ‘સેરીબ્રોસાઇડ’ નામનું તત્વ હોય છે.જે માણસના મગજની કાર્યક્ષમતા વિકસાવે છે.દૂધમાં રહેલું વિટામીન ‘A’ આંખની કાર્યક્ષમતા અને વિટામીન ‘D’ કેલ્શિયમનું પાચન કરવામાં મદદ કરે છે. આથી સાંધાના દુઃખાવામાં રાહત મળે છે. આ દૂધ શરીરમાં પોઝિટિવ કોલેસ્ટેરોલનો વધારો કરે છે અને મોટાપો ઘટાડે છે. આથી મોટા ભાગના ડોક્ટરો ગીર ગાયના A2 દૂધ પીવાની સલાહ આપે છે.