રાજ્યમાં કોરોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજાર પાર પહોંચી ગઈ છે. ત્યારે 1300થી વધુ લોકોના મોત થયા છે. અનલોકનાં તબક્કામાં રાજ્યમાં દરરોજ કોરોનાનાં કેસો 400ને પાર નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ ICU અને વેન્ટિલેટરની જરૂર પડે તેવી શક્યતા છે. અને ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ સુધી અછત વર્તાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇ કેન્દ્ર સરકારે ગુજરાતને વોર્નિંગ આપી છે.
આ રાજ્યોને પણ વોર્નિંગ આપી
કેન્દ્ર સરકારે સૌથી વધુ કોરોના કેસ ધરાવતા અને કોરોનાની વધતી રફતારને જોઈ પાંચ રાજ્યોને વોર્નિંગ આપી છે. સરકારે મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરપ્રદેશને જૂન અને ઓગસ્ટ વચ્ચે આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની અછતનો સામનો કરવો પડી શકે છે એવો અનુમાન લગાવ્યો છે. દિલ્હીમાં અનુમાન છે કે, 3 જૂનથી આઈસીયુ બેડની અછતનો સામનો કરી રહ્યું છે. તો 12 જૂનથી વેન્ટિલેટરની અછતનો પણ સામનો કરવો પડી શકે છે.
આ તારીખ સુધીમાં સર્જાઈ શકે છે અછત
કેબિનેટ સચિવ રાજીબ ગૌબાની અધ્યક્ષતામાં રાજ્યના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવોની સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન આપવામાં આવેલ પ્રેઝન્ટેશનમાં આ અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું। મહરાષ્ટ્રમાં આઠ ઓગસ્ટથી આઈસીયુ બેડની અને 27 જૂલાઈથી વેન્ટિલેટર, ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની અછતનો સામનો કરવો પડી શકે છે. તો તામિલનાડુમાં 9 જૂલાઈએ આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની આઈસોલેશન બેડની 21 જુલાઈએ અછત વર્તી શકે છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટની ફટકાર, મૃતદેહો સાથે આ કેવું વર્તન, હોસ્પિટલોની હાલત બદતર
