શું મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે રિટાયરમેન્ટની ઉંમર ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. એક મેસેજ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં લખ્યું છે કે સરકાર એક પ્રપોઝલ તૈયાર કરી રહી છે. જેમાં કર્મચારીઓએ 33 વર્ષની સેવા પુરી કરી લીધી હશે અથવા તેમની વય મર્યાદા 60 વર્ષ થઇ જશે અને તેઓને રિટાયરમેન્ટ આપી દેવામાં આવશે
આ સંદેશમાં વાયરલ થયા પછી અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ વાયરલ મેસેજમાં એ પણ કહેવામાં આવ્યું છે. કે કર્મચારી અથવા તાલીમ વિભાગએ આ માટે એક પ્રસ્તાવ રજુ કર્યો છે. જેને મંજૂરીની મોહોર પણ લાગી ગઈ છે
સમાચાર એજન્સી એએનઆઈ એ કેન્દ્ર સરકારના સુત્રોથી લખ્યું છે, કે કેન્દ્રીય કર્મચારીઓના રિટાયરમેન્ટની વય મર્યાદા ઓછી કરવાની ખબરો નિરાધાર છે. સરકારનો એવો કોઈ પ્રસ્તાવ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર અફવાઓ છે કે કર્મચારી અથવા તાલીમ વિભાગએ કેન્દ્ર સરકારને કર્મચારીઓની સેવા નિવૃત્તિ ની વયમર્યાદા ઓછી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જો 1 એપ્રિલ 2020 થી લાગુ પડશે, જે અફવાઓ પુરી રીતે નિરાધાર છે. માટે ચિંતા કરશો નહીં.
