ભારતમાં કોરોનાના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે, આ મહામારી સંબંધિત ઘણા દાવા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. જેમાંથી ઘણા સાચા અને ઘણા ખોટા હોય છે. હાલમાં, વોટ્સએપ પર કેટલાંક દિવસોથી એક મેસેજ ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 દર્દી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.5 લાખ રૂપિયા આપી રહી છે અને આ જ કારણે કોર્પોરેશન તથા પ્રાઇવેટ ડોક્ટર્સ નોર્મલ તાવ અને શરદીના દર્દીને પણ કોરોનાના દર્દી ગણાવી રહ્યાં છે.
શું છે આ મેસેજની સચ્ચાઈ?
આ મેસેજ મરાઠી ભાષામાં વાયરલ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે ઘોષણા કરી છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનને દરેક કોવિડ-19 દર્દીઓ માટે 1.5 રૂપિયા આપ્યા છે. જેથી લોકોને પ્રાર્થના છે કે તે સતર્ક રહે કારણ કે, કોર્પોરેશન અને પ્રાઈવેટ ડોક્ટર્સ આ કારણ સામાન્ય તાવ અને શરદી વાળા દર્દીઓને પણ કોરોના-10 દર્દી જણાવી રહ્યા છે.
આ દાવાને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ ફેક્ટ ચેકના ઓફિશ્યલ ટ્વીટર હોન્ડલે જણાવ્યું છે કે, આ દાવો એકદમ ફેક છે અને કેન્દ્ર સરકારે આવી કોઈ ઘોષણા નથી કરી.
