ઈસરો ચીફ કે. શિવન એ નવા વર્ષના મોકા પર દેશવાસીઓ સાથે આ વર્ષનું લક્ષ્ય અને યોજનાઓ રજુ કરી. વર્ષ 2020માં ગગનયાન અને ચંદ્રયાન-3 મિશનની તૈયારી અંગે જાણકારી આપી. એની સાથે જ ઈસરો ચીફે કહ્યું કે અંતરિક્ષ વિજ્ઞાન દ્વારા અમારા પ્રયાસ દેશવાસીઓના જીવનને વધુ સારું બનાવવાના છે. ઈસરો પ્રમુખે જણાવ્યું કે બંને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે ઘણી તૈયારી ગયા વર્ષ માં કરી લેવામાં આવી છે.
ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીઓની ઓળખ
શિવને જણાવ્યું કે ગગનયાન મિશન માટે ચાર અંતરિક્ષ યાત્રીઓની ઓળખ થઈ ગઈ છે. ઈસરો ચીફે જણાવ્યું કે 2019માં ગગનયાન મિશન પર અમે સારી પ્રગતિ મેળવી લીધી છે. આ ચાર અંતરિક્ષ યાત્રીઓને જાનુયુઆરીનાં ત્રીજા સપ્તાહમાં ટ્રેનિંગ આપવામાં આવશે. એમણે કહ્યું કે ગગનયાન માટે નેશનલ એડવાઈઝરી કમિટી બનાવવામાં આવી છે.
ઈસરો ચીફે મોટી ઘોષણા કરતા કહ્યું કે ચંદ્રયાન-3 પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને એના પર કામ શરૂ થઇ ગયું છે. એમણે કહ્યું, ‘પ્રોજેક્ટનું કામ શરૂ થઇ ગયું છે. એનું કોન્ફિગરેશન ચંદ્રયાન-2 ની જેમ જ થશે. એમાં પણ લેન્ડર અને રોવર હશે.’ જો કે શિવને આ મિશન માટે નિશ્ચિત તારીખ જણાવવાથી ઇન્કાર કર્યો.
તૂતીકોરીનમાં હશે દેશનું બીજું સ્પેસ પોર્ટ
દેશના બીજા સ્પેસ પોર્ટ વિષે જણાવતા સિવને કહ્યું કે એના માટે ભૂમિનું સંપાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજું પોર્ટ તામિલનાડુના તૂતીકોરીનમાં હશે. જણાવી દઈએ કે આગામી 1 દશકમાં ઇસરોના પેટારામાંથી મંગલ ગ્રહથી લઇ શનિ ગ્રહ સુધી માટે કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઇસરોના ગગનયાન મિશન માટે રુસ મદદ કરી રહ્યું છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.