ચંદીગઢ: પંજાબને નવો મુખ્યમંત્રી મળી ગયો છે. સોમવાર સવારે ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16માં મુખ્યમંત્રી છે પરંતુ પહેલા દલિત મુખ્યમંત્રી છે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો છે. ચરણજીત સિંહ ચન્ની સિવાય સોમવારે સુખજિંદર સિંહ રંધાવાએ શપથ લીધા હતા. સુખજિંદર સિંહ રંધાવાએ મંત્રી પદના શપથ લીધા છે. આ સિવાય ઓપી સોનીએ પણ મંત્રી પદના શપથ લીધા છે.