સુરતમાં કોરોના કેહેર સતત વધી રહ્યો છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 2419 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 89 થઈ ગયો છે. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કેસનો સતત વધારો થઈ રહ્યો છે. મહાનગર પાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલની યાદી સાથે એ હોસ્પિટલનો બેડ વાઈઝ ચાર્જ પણ જાહેર કર્યો છે. પાલિકા કમિશનર બંછાનીધી પાની દ્વારા પરિપત્ર બહાર પડી જાહેરાત કરવામાં આવી.

મહાનગર પાલિકા દ્વારા પાંચ ખાનગી હોસ્પિટલોને લઇ માહિતી આપવામાં આવી છે. જેમાં હોસ્પિટલના નામ સાથે એ હોસ્પિટલમાં કેટલા બેડ અવેલેબલ છે એ અંગે માહિતી આપી છે. જેમાં સરકારી બેડ અને પ્રાઇવેટ બેડ તેમજ હાઇકોર્ટના ઓર્ડર મુજબ ઓછા કરેલા ચાર્જ મુજબ બેડના ચાર્જ આમ ત્રણ કેટેગરીમાં બેડ અંગે જણાવવામાં આવ્યું છે. જો કોઈ ખાનગી હોસ્પિટલ આ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ચાર્જ કરતા વધુ પૈસા વસુલે અથવા આ નિયમોનું પાલન ન કરે તો તેના વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહીઓ કરવામાં આવશે.
આ પણ વાંચો : કોરોના : મહારાષ્ટ્રએ તોડ્યો ચીનનો રેકોર્ડ તો મુંબઈએ વુહાનનો
