દેશમાં (india) છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર (central government) ફિઝીકલ સોનાની (gold) ડિમાન્ડને ઓછુ કરવા માટે એક ખાસ સ્કીમ ચલાવી રહી છે. આ સ્કીમનું નામ સુવર્ણ બોન્ડ યોજના છે. જેના અંતર્ગત ફરી એક વખત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનું વેચી રહી છે. આ સ્કીમ લોન્ચ કરવાનો હેતુ આયાત અને ફિઝીકલ સોનાની ડિમાન્ડમાં ઘટાડો કરવાનો હતો.

રિઝર્વ બેન્ક નક્કી કરે છે કિંમત
આ સ્કીમ અંતર્ગત સરકાર બોન્ડ પર સોનું વેચે છે. જેની કિંમત રિઝર્વ બેન્ક સમય સમય પર જાહેર કરે છે. જે બજારમાં મળતા ફિઝીકલ ગોલ્ડ કરતા સસ્તા અને સુરક્ષિત હોય છે. આ વખતે રિઝર્વ બેન્કે સુવર્ણ બોન્ડની કિંમત 5,117 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. જેના અંતર્ગત સ્વર્ણ બોન્ડની ખરીદીના ડિજીટલ પેમેન્ટ પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છુટ મળશે. આવા રોકાણ માટે બોન્ડની કિંમત 5,067 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
આ પણ વાંચો : જો તમે કરો છો આ ધંધો તો તમારી ખેર નહિ, ‘પાસા’ માં થશે ધરખમ ફેરફાર
4 સપ્ટેમ્બરે સ્કીમનો અંતિમ દિવસ
આ સ્કીમ 31 ઓગસ્ટે ખુલીને 4 સપ્ટેમ્બરે બંધ થશે. જેના અંતર્ગત ન્યૂનતમ એક ગ્રામની ખરીદી કરવામાં આવી શકે છે. જેના માટે બેન્ક, બીએસઈ, એનએસઈની વેબસાઈટ અથવા પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. આ સ્કીમમાં ડિજીટલ રીતે પણ ખરીદી શકાય છે. આ એક પ્રકારનું સિક્યોર રોકાણ છે. જેમાં, પ્યોરિટી અને સિક્યોરિટીની ચિતા રહેતી નથી. આ સ્કીમમાં વર્ષ 2019-20માં રિઝર્વ બેન્કે દસ હપ્તામાં કુલ 2,316.37 કરોડ રૂપિયાના 6.13 ટનના સ્વર્ણ બોન્ડ જાહેર કર્યા. હાલમાં કોરોના કાળમાં સતત 6 મહિનાથી બોન્ડ જાહેર કરવામાં આવી રહ્યા છે.
