ધી સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના યજમાન પદે ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL) ની ધોની ની આગેવાની હેઠળની રોન્નઇની ટીમે આજે બીજા દિવસે સાંજે 6:૦૦ કલાકે લાલભાઇ સ્ટેડીયમ ખાતે આવી પહોંચી હતી. અને સદન પ્રેકટીસ શરૂ કરી હતી.

ચેન્નઇ સુપર કિંગના મેનેજમેન્ટે લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમના આયોજકો સાથે થયેલી ચર્ચા મુજબ ચેન્નઇ ટીમ મેનેજમેન્ટ સ્ટેડીયમની સુવિધાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાને ગણાવી છે. અને એમને હોમગ્ર ઉન્ડ જેવુ ફીલીંગ વ્યકત કર્યું. અને સ્ટેડીયમનુ આઉટ ફિલ્ડ, ટર્ફ વિકેટો, ડ્રેસીંગરૂમનું ઈન્ફ્રાસ્ટ્રકચર, અને ગ્રાઉન્ડની અન્ય ફેસીલીટીન ખૂબ વખાણ કર્યા છે. હોટલથી સ્ટેડીયમ સુધીની ટ્રાન્સ્પોર્ટસની વ્યવસ્થાના પણ ખૂબ વખાણ કર્યાં છે.

સંસ્થાના પ્રમુખશ્રી હેમંતભાઈ કોન્ટુ ક્ટર ની આગેવાની હેથળ અને ક્રિકેટ સેક્રેટરી ડો, નૈમેષ દેસાઈ તથા ક્રિકેટ કમિટીના સભ્ય આ ઇવેન્ટ માટે ખૂબ જહેમત ઉઠાવી રહયા છે.
