આજે એક તરફ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાતની એક ઓળખ બની ચુકેલો છક્ડો હવે આવનારી પેઢીને જોવા મળશે નહીં. છકડો બનાવતી કંપની અતુલે છકડો રિક્ષાનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગામડાંઓની લાઈફલાઈન રહેલો છકડો 50 વર્ષે હવે રિટાયર થયો છે.
આમ તો ગુજરાતના છેવાડા સુધી પહોંચવામાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છકડો રિક્ષા પરિવહન માટેનું મુખ્ય સાધન હતું. જે ગામમાં બસ પણ આવતી ન હોય તેવાં ગામમાં પરિવહન માટે છકડો રિક્ષા જ એક મુખ્ય સાધન હતું. એટલું જ નહીં ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન એક જાહેરાત સમયે છકડામાં જોવા મળ્યા છે. તો હમ દિલ દે ચુકે સનમ, રામલીલા જેવી મુવી પણ છકડો જોવા મળ્યો છે.
હાલમાં ભારત સરકારે પ્રદુષણ અને માર્ગ સલામતીના નિયમો કડક કરતાં છકડો રિક્ષા તેમાં પાસ થઈ શક્યો નહીં. અને તે જ કારણે અતુલે છકડો રિક્ષાનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ક્યાંથી આવ્યો છકડો ?
ગુજરાતમાં 1970 સમયે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહનની ખૂબ જ મોટી સમસ્યા હતી. આ સમયગાળામાં જામનગરના જામ સાહેબે હાલના અતુલ ઓટોનો ચેરમેન જયંતિભાઈ ચાંદ્રાના પિતા જગજીવન ચાંદ્રાને પોતાની જૂની ગોલ્ફ કાર્ટ વાપરવા માટે આપેલી હતી. તે સમયે જગજીવનભાઈને જૂની ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરી એક એવું વાહન બનાવવાનો વિચાર આવ્યો કે જે પરિવહન અને માલસામાનની હેરફેર માટે વાપરી શકાય.
આ પણ વાંચો : સાવધાન : જો તમારાં બાળકને મોબાઈલ પર ગેમ કે વીડિયો જોવાની આદત છે, આ રિપોર્ટ જરૂરથી વાંચજો
આ પછી પિતા-પુત્રની જોડીએ એગ્રી કલ્ચર પમ્પ વડે એન્જિન બનાવી તેને ગોલ્ફ કાર્ટ સાથે છોડી છકડો રિક્ષાનું ઈનોવેશન કર્યું હતું. છકડો રિક્ષા માર્કેટમાં આવ્યા પછી તો તે ગુજરાતના ગામે ગામમાં પ્રચલિત થઈ ગઈ. એક ગામમાંથી બીજા ગામ જવા માટે લોકોને એક સસ્તું અને સરળ વાહનની સુવિધા મળી ગઈ.
કેમ આવ્યો અંત ?
આજે સમય સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે. તેમ છકડો પણ સમય સાથેની રેસમાં જીતી શક્યો નહીં. છકડો રિક્ષાને કારણે પ્રદૂષણ ખૂબ જ ફેલાતું હતું અને કેટલીય વખત છકડો રિક્ષા પલ્ટી જતાં લોકો મોતને ભેટતાં હતા. આમ, છકડો રિક્ષા એ પર્યાવરણ અને લોકો માટે એક અસલામત સવારી હતું.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.