ભારતના વીર શાસકોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ છે. મરાઠા સામ્રાજ્યનો પાયો નાખનારા શિવાજી મહારાજ વિશ્વના શ્રેષ્ઠ રાજાઓમાં માંથી એક ગણાય છે. તેમની વાર્તાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે.

આ તે દિવસોની વાત છે, જ્યારે શિવાજી મહારાજની સેનાએ મુગલોને પરેશાન કર્યા હતા. 1650 ની આસપાસ, તેમણે મુગલો સાથે ઘણા યુદ્ધો લડ્યા, જેમાં કેટલાક મુગલોએ હારનો સામનો પણ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : જો વોડા-આઈડિયા કંપની બંધ થાય છે તો, તેની તમારા પર શું અસર પડશે, જાણો…
શિવાજીના વધતા જતા પ્રતાપને કારણે બીજાપુરના એક શાસક, જેનું નામ આદિલશાહ હતું તે તેમના પર ઈર્ષા કરવા લાગ્યા હતા. તેમને પોતાનું સિંહાસન ગુમાવી દેવાનો ભય હતો. આ ડરને કારણે તેમને શિવાજીના પિતા શાહજીની ધરપકડ કરી.

તે અગાઉ તેમણે શિવાજીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે અસફળ રહ્યો હતો. તેણે હારના કારણે આદિલશાહે તેને છોડી દીધો અને તેનું ધ્યાન તેના પિતા પર કેન્દ્રિત કર્યું. સમય મળતાં જ તેણે શાહજીને બંદી બનાવી લીધો, જેથી શિવાજી ખૂબ ગુસ્સે થયા. શિવજીએ એક વ્યૂહરચના ઘડી અને તેના કિલ્લા પર દરોડા પાડ્યા અને પિતાને મુક્ત કર્યા. અને પુરંદર અને જાવેલીના કિલ્લાઓ જીતીને પોતાના હસ્તક કર્યા.
આ પણ વાંચો : સુરતમાં શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી, કાર્યક્રમમાં CAAને સમર્થન
આ ઘટના બાદ, મુગલો બાદશાહ ઓરંગઝેબે જયસિંઘ અને દિલીપ ખાનને સંધી માટે આમંત્રણ મોકલ્યું. તે પુરંદર સંધી તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રમાણે શિવાજીએ 24 કિલ્લાઓ મુગલોને સોંપવાના હતા. દક્ષિણમાં પગ ફેલાયા પછી ઓરંગઝેબ શિવાજી મહારાજથી ગુસ્સે હતો. તેનો બદલો લેવા શિવાજી મહારાજના વિસ્તારમાં લૂંટફાટ શરૂ થઈ. આ હત્યાકાંડને રોકવા શિવાજી મહારાજે આ સંધી માટે મંજૂરી આપી અને તેમને 24 કિલ્લા આપ્યા.

પરંતુ તેમાં ઓરંગઝેબે શિવાજી સાથે દગો કર્યો. શિવાજીએ સંધી પર હસ્તાક્ષર કર્યા બાદ ઓરંગઝેબે તેમની ધરપકડ કરી. આગ્રાની જેલમાં જ્યાં શિવાજીને રાખવામાં આવ્યા હતા ત્યાં હજારો સૈનિકો રક્ષા કરી રહ્યા હતા. પરંતુ શિવજી તેની હિંમત અને બુદ્ધિના દમ પર તેમનાથી બચીને ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ શિવજીએ સૈન્યના બળથી ઓરંગઝેબ પાસેથી પોતાના 24 કિલ્લાઓ જીતી પાછા મેળવ્યા. ત્યારબાદ, તેમને છત્રપતિનું બિરુદ આપવામાં આવ્યું.

3 એપ્રિલ 1680 ના રોજ બીમારીને કારણે તેમનું અવસાન થયું. તેમની હિંમતની કથાઓ આજે પણ ભારતીયોને પ્રેરણા આપે છે.
