આજકાલ નાની ઉંમરમાં જ બાળકોને ટીવી જોવાની, મોબાઈલ પર ગેમ રમવાની અને યુટ્યુબમાં વીડિયો જોવાની આદતો મા-બાપ પોતે જ પાડતા હોય છે. પરંતુ આ આદત બાળકોને તેમના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.
હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે દિવસના 1 કલાકથી વધુનો સમય ઈલેકટ્રોનીક્સ ગેજેટ્સ પાછળ વીતાવવો ખતરનાક સાબિત થઈ શકે છે.
WHO હાલમાં એક ઝુંબેશ ચલાવી રહ્યું છે, જેમાં દુનિયાભરમાં મોટાપાને લીધે થનારા રોગો અને બાળકોના સ્વાસ્થ્ય વિકાસ પર આધારિત છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ગેજેટ્સ પાછળ સમય વીતાવવાને બદલે પુસ્તકો વાંચવામાં અથવા બીજી એક્ટીવીટીમાં પસાર કરવો જોઈએ.
WHO દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે, જો બાળકો ટીવી, મોબાઈલ પાછળ વધુ સમય પસાર કરતા તેમનામાં મોટાપાનો ખતરો પણ વધી જાય છે. આ માટે મા-બાપે પોતાના બાળકોને ફિઝીકલ એક્ટીવિટી કરાવવી જરૂરી છે. ગેજેટ્સની પાછળ વધુ સમય પસાર કરવાને લીધે બાળકોની ઉંઘ પણ ઓછી થઈ જાય છે, જે તેમના માનસિક વિકાસને અવરોધી શકે છે.
બની શકે તો તમારા બાળકને ગેજેટ્સ વાપરવા માટેનો સમય નક્કી કરો અને તે સિવાયનો સમય કેવી રીતે પસાર કરશે તે પણ નક્કી કરો, જેથી તમારું બાળક બધી રીતે એક્ટિવ રહી શકે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.