ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસનો ભય હવે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય કમીશને આ વાયરસને નેવલ કોરોના વાયરસ ન્યુમોનિયા અથવા એનસીપીએ અસ્થાયી નામ આપ્યું છે. ચીનના આરોગ્ય કમીશને શનિવારના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવા નામની ઘોષણા કરી.

આપવામાં આવ્યું નવું નામ.
ચીનના આરોગ્ય કમીશને અહેવાલમાંજણાવ્યું છે કે, કોરોના વાયરસને કાયમી નામ આપવામાં ન આવે ત્યાં સુધી આ નામ ચીનના સરકારી વિભાગો અને સંસ્થાઓએ આ નામનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે નવા વાયરસનું નામ ઇન્ટરનેશનલ કમિટી ઓન ટૈકસોનૉમી ઓફ વાઇરસ દ્વારા રાખવામાં આવે છે.

સાયન્ટિફિક જર્નલ અને કમિટીને એક નામ સોંપવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં નવું નામની જાહેરાત થવાની સંભાવના છે.
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
શુક્રવારે એક બ્રિટિશ વૈજ્ઞાનિકે ચેતવણી આપી હતી કે, વિશ્વભરમાં કોરોના દ્વારા પીડિતોનો જે આંક સામે આવી રહ્યો છે તે 10 ગણો વધી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ રોગ જોવામાં સામાન્ય લાગે છે પરંતુ જો તપાસ ન થાય તો તેની જાણ થતી નથી. તે ઉપરાંત આ રોગનું કોઈ પણ પરીક્ષણ 100% સફળ નથી, જેથી આ વાઇરસના માત્ર 10% કેસ જ મળ્યા છે.
