ચીનના વુહાન શહેરથી ફેલાયેલ કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં કમ્યુનિસ્ટ દેશએ સેનાઓ ઉતારી દીધી છે. મહામારી લઇ રહેલ કોરોનાથી લડવા માટે ચીને માત્ર 10 દિવસમાં જ 1 હજાર બેડ વાળી હોસ્પિટલ બનાવી દીધી છે. અત્યાર સુધી 600 થી વધુ લોકોના મોટ થયા છે. અને લગભગ 28 હજારથી વધુ લોકો પ્રભાવિત છે. ત્યારે ચીનમાં દર્દીઓના બેડ અને અન્ય વસ્તુઓની ભારે કમી થઇ ગઈ છે. ગંભીર આફતના આ સમયે ઓસ્ટ્રેલિયામાં રહી રહેલા ચીનના લોકોએ એક પહેલે કરી છે.
ઓસ્ટ્રેલિયામાં રહી રહેલા ચીન મૂળના લોકોએ મેલબર્ન થી ચીનના ગુઆઝાઉં શહેર જઈ રહેલ પ્લેનની બધી ટિકિટો ખરીદી અને બધી સીટ પર રાહતની સામગ્રી મૂકી એને ચીન મોકલ્યું. ચીની નાગરિકોના આ પ્રયાસનો વિડીયો ચીનના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ટ્વીટર પર શેર કર્યો જેની સોશિયલ મીડિયા પર ખુબ પ્રશંસા થઇ રહી છે.
આ વચ્ચે ચીનને બીમાર લોકોને ભરતી કરવા માટે બેડની કમી થઇ રહી છે. કોરોના વાયરસના ગઢ વુહાન શહેરમાં એક કરોડથી વધુ લોકો રહે છે જ્યાં 8182 દર્દીઓને 28 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વુહાનના આ બધા હોસ્પિટલો મળીને 8254 બેડ જ છે. એ ઉપરાંત જરૂરી હોસ્પિટલમાં જરૂરી સામગ્રી પણ ઓછી પડી રહી છે.
