લદ્દાખની ગલવાન ઘાટી(Galwan valley)માં ભારત અને ચીની(India china) સૈનિકોના ઘર્ષણને લઇને દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચીનના સામનના બહિષ્કારનું અભિયાન(Boycott china) ચાલી રહ્યું છે. ત્યારે દેશની સુરક્ષાને ધ્યાનમાં લઇ ભારતે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મળતી માહિતી મુજબ આ અંગે ચીને એક બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો.
સુરક્ષાના કારણે ખોવાયો નિર્ણય
મળતી માહિતી મુજબ, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં ચીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં ચીનને જવાબ આપતા ભારતે કહ્યું હતું કે, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો અને અમે નાગરિકોના સંવેદનશીલ ડેટા સાથે સમજૂતી ન કરી શકીએ.

ચીનની એપ બેન પર પહેલી પ્રતિક્રિયા
ભારત સરકાર દ્વારા ટીકટોક સહીત 59 ચીની એપ બેન કરવામાં આવ્યા છે. જે ચીન માટે એક મોટો ઝાટકો હતો. તેની પ્રતિક્રિયા આપતા ચીને કહ્યું હતું, કે ભારતની જવાબદારી બને છે કે, તે આંતરરાષ્ટ્રીય રોકાણકારોની અધિકારોનું રક્ષણ કરે.
આ પણ વાંચો : કોરોના ફક્ત ફેફસા જ નહિ આ અંગોને પણ કરે છે નુકશાન, ન્યૂયોર્કનાં ડૉક્ટરોએ કર્યો દાવો
