અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે વર્ષના અંત સુધીમાં અમેરિકા પાસે કોવિડ-19ની સુરક્ષિત અને પ્રભાવિત રસી ઉપલબ્ધ થશે. તેમણે દેશના કોર્પોરેટ જગતને ભરોસો અપાવ્યો છે કે જો તેઓ ફરી ચૂંટાઈને આવ્યા તો આશા, અવસર અને વિકાસને આગળ વધારશે. સાથે જ ટ્રમ્પએ કહ્યું કે જો તેઓ ચૂંટાઈને ન આવે તો ચીન 20 જ દિવસમાં અમેરિકા પર કબ્જો કરી લેશે.
20 દિવસમાં ચીન અમેરિકા પર કબ્જો કરી લેશે

ટ્રમ્પએ દાવો કર્યો કે, ‘ચીને દુનિયામાં વાયરસ ફેલાવ્યો અને માત્ર ટ્રમ્પ પ્રસાશન જ તેને જવાબદાર ગણાવી શકે છે, જો હું ચૂંટાઈને નહિ આવ્યો તો 20થી ઓછા દિવસની અંદર જ ચીનનો અમેરિકા પર કબ્જો થઇ જશે’
ઉલ્લેખનીય છે 1 ઓક્ટોબરે કોરોના વાયરસથી સંક્રમિત થવાથી સેના હોસ્પિટલમાં 4 દિવસ દાખલ થયા હતા અને ઘણી પ્રાયોગિક દવાઓથી ઈલાજ પછી ટ્રમ્પે પોતાને સ્વસ્થ જાહેર કર્યા. ટ્રમ્પે વાઈટ હાઉસથી જ ન્યુયોર્ક, શિકાગો, ફ્લોરિડા, પિટ્સબર્ગ, વોશિંગ્ટન ડીસીથી ઇકોનોમિક્સ ક્લબને સંબોધતા કહ્યું, સામે સરળ વિકલ્પ છે, આ વિકલ્પ મારી અમેરિકી સમર્થક નીતિઓ હેઠળ ઐતિહાસિક સમૃદ્ધિ છે અથવા કટ્ટર ડાબેરી વિચાર અંતર્ગત ભારે ગરીબી અને મંદી છે, જેથી તમે અવસાદમાં ચાલ્યા જશો.
આ પણ વાંચો : આ નુકસાનને ‘ટ્વિટર મુહિમ’ થી જોડવું કેટલું યોગ્ય?
