કોરોના વાયરસનો કહેર યથાવત છે ચીનમાં અત્યાર સુધીમાં 361 લોકોના મોત થઇ ચુક્યા છે ત્યારે 5794 દર્દી અત્યારે શંકાશ્પદ છે.ત્યારે WHOએ પણ ગ્લોબલ ઇમર્જન્સી જાહેર કરી છે. ચીનના વુહાનમાં લોકોનું બહાર નીકાળવામાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ફેલાવાને કારણે ચીને ભારત પાસે મદદ માંગી છે. ત્યારે જીવન રક્ષણ કરતા માસ્ક પર ચીન હાલ ભારત પર નિર્ભર થઇ ગયું છે.
કોરોના વાયરસથી રક્ષણ માટે સારી ક્વોલિટીના માસ્કની જરૂર છે ત્યારે ચીનમાં માસ્કની પણ કમી આવી ગઈ છે. ત્યારે ગુજરાતમાંથી દરરોજના 5 લાખથી વધુ માસ્કની નિકાસ થઇ રહી છે. અમદાવાદની ચાર કંપની સારી ગુણવત્તા વાળા માસ્ક બનાવી ચીન મોકલી રહી છે. ચીન ગુજરાત સિવાય મદુરાઈ અને ચેન્નાઇમાંથી પણ માસ્ક ખરીદી રહ્યું છે. ત્યારે ગુજરાતની કંપનીએ પણ માસ્કનું ઉત્પાદન વધારી દીધું છે.
કોરાના વાયરસની સામે N-95 માસ્ક જ રક્ષણ આપતા હોય છે. ગુજરાતની કંપની દ્વારા દરરોજ 10 લાખ માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાતમાંથી કોરાઓના વાયરસને કારણે ચીન, થાઈલેન્ડ, સિંગાપુર, બેંગકોકમાં માલ મોકલી રહ્યું છે.
