ભારતમાં 59 ચીની એપ્સ બેન(Chinese app Ban) કરવા પર ચીન વિદેશ મંત્રાલયે(china foreign ministry) ચિંતા જહેર કરી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાન(Zhao Lijian)એ કહ્યું કે આ સમગ્ર મામલા પર ચીન ઘણું ચિંતિત છે. અને સમગ્ર મામલાની જાણકારી લઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કાલે મોદી સરકારે ટિક્ટોક સહીત 59 ચીની એપ્સ પર બેન લગાવી દીધું હતું.
ચીની વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે એ વાત પર જોર આપવા માંગીએ છીએ કે ચીની સરકાર હંમેશા ચીની વ્યવસાયને આંતરાષ્ટ્રીય અને સ્થાનીય કાનૂન-વિનિયમોનું પાલન કરવા કહે છે. ભારત સરકાર પાસે ચીની રોકાણકારો સહીત આંતરાષ્ટ્રીય રોકાણકારોના કાનૂની અધિકારોને બનાવી રાખવાની જવાબદારી છે.’
ભારતે લગાવ્યો 59 ચીની એપ પર પ્રતિબંધ

દેશની સુરક્ષા પર ખતરા વાળા એપ્સ પર મોદી સરકારે એક્શન શરુ કરી દીધા છે. ચીનના માત્ર 59 એપ્સ પર પહેલા જ પ્રતિબંધ લાગી ચુક્યો છે. ચીનના બીજા એપ જેના દ્વારા દેશની સુરક્ષા પર ખતરો હોઈ શકે એના પર પણ પ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દીધી છે. સંચાર મંત્રાલય ઇન્ટરનેટ પ્રોવાઈડરને કોઈ પણ એપના ડેટા રોકવાનું કહી શકે છે.
આ પણ વાંચો : પોપ્યુલર ચાઈનીઝ એપ ભારતમાં Ban, એના ઓપ્શનમાં ઉપયોગ કરી શકો છો આ એપનો
ચીની એપ પર લગાવાઈ છે વચગાળાની રોક
આ બધા એપના ડેટા એક-બે દિવસમાં રોકી દેવામાં આવશે. ગુગલ પ્લે સ્ટોરને આ એપ હટાવવા કહી દેવામાં આવ્યું છે. એના અપડેટ પણ નહિ મળે. જણાવી દઈએ કે આ પ્રતિબંધ વચગાળાનો છે. હવે આ મામલો એક સમિતિ પાસે જશે. પ્રતિબંધિત એપ સમિતિ પાસે પોતાનો પક્ષ રાખી શકે છે ત્યાર પછી સમિતિ નક્કી કરશે કે પ્રતિબંધ જારી રહેશે કે હટાવી લેવામાં આવશે.
આ પણ વાંચો : ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ઉકાઈ ડેમમાં 33 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ
