ભારતમાં છેલ્લા ઘણા દિવસથી ચીનના સામાનને બોયકોટ કરવાની માંગ વધી રહી છે. પરંતુ ભારતની ઘણી કંપનીઓમાં ચીનનું રોકાણ છે. એમાં Paytm, ola, zomato, make my trip જેવી ઘણી કંપનીઓ સામેલ છે. આ સંબંધમાં યુઝર્સ પોતાનો ગુસ્સો પ્લે સ્ટોર પર કાઢી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ઘણા મોટા સ્ટાર્ટઅપ એપ્સની ફંડિંગ ચીનથી આવે છે. એટલે ભારતીય કંપનીઓમ ચીનનું મોટું રોકાણ છે. યુઝર્સને આ વાતથી ઘણી નારાજગી છે જે પ્લે સ્ટોર પર કાઢી રહયા છે.

પ્લે સ્ટોર પર એપ્સને આપી રહ્યા સૌથી ઓછી રેટિંગ
આ ભારતીય એપ્સને પ્લે સ્ટોર પર યુઝર્સ ઓછામાં ઓછી રેટિંગ આપી રહ્યા છે. સાથે જ આ એપ્સ અંગે પ્લે સ્ટોર પર નેગેટિવ કમેન્ટ્સ કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા એક અઠવાડિયામાં આ એપ્સમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતમાં ચીનની સ્માર્ટફોન કંપનીઓના શેર

ભારતમાં ચીનની સ્માર્ટફોન કંપનીઓ ઘણી છે. માર્કેટમાં આ કંપનીઓના ઘણા પ્રભાવી શેર છે. ઉદાહરણ તરીકે જો માર્ચ 2020માં Xiaomi, Oppo અને Vivo જેવી કંપનીઓના માર્કેટ શેર 73% હતા.
ભારતીય એપ પણ અનઇન્સ્ટોલ કરી રહ્યાં યુઝર્સ
જે ભારતીય એપ્સમાં ચીનનું રોકાણ છે એ એપ પણ યુઝર્સ અનઇન્સ્ટોલ કરી રહ્યાં છે. એ એપ્સ ચીનની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની જેવી કે Tencent, Alibaba થી ફંડિંગ લે છે. જે ભારતીય કંપનીઓ છે પરંતુ ચીન પાસે ફંડિંગ લે છે અને તેના માંલોકો પણ ભારતીય છે
કંપનીઓએ નથી આપી કોઈ પ્રતિક્રિયા
આ સમગ્ર મામલા પર પેટીએમ, ઝોમેટો અને ઓલ જેવી કંપનીઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ત્યાં જ ભારતમાં ચીનના સામણનો વિરોધ સતત વધી રહ્યો છે , હાલ આ એપ્સ પ્રતિ યુઝર્સ પોતાનો ગુસ્સો પ્લે સ્ટોર પર કાઢી રહ્યાં છે
આ પણ વાંચો : ચીન મુદ્દે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સલાહ, PMએ સમજી વિચારીને નિવેદન આપવું જોઈએ
