ભલે ચીની સેના પોતાને એક પ્રોફેશનલ સેના હોવાનો દાવો કરતો હોય તેમ છતાં, તેણે તાજેતરમાં ભારતીય સૈન્યના જવાનો સાથે ખરાબ વલણ દર્શાવ્યું છે. પેંગોંગ ત્સો તળાવ વિસ્તારમાં તાજેતરમાં ભારતીય સૈન્ય સાથેના અવરોધમાં, ચીની સૈનિકોએ ભારતીય સુરક્ષાદળોને નિશાન બનાવવા લાકડીઓ, કાંટાળા તાર અને પથ્થરોનો ઉપયોગ કર્યો હતો. ચીની સૈનિકોનું વર્તન પાકિસ્તાન સમર્થિત પથ્થરબાજ જેવુ દેખાય આવે છે. ચીન કાશ્મીર ખીણમાં ભારતીય સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે પથ્થરો અને થાંભલાઓનો ઉપયોગ કરે છે.
સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, આખા વર્ષ દરમ્યાન બંને સૈન્ય વચ્ચે ઝઘડાની નજીવી ઘટનાઓ થતી રહે છે. ચીન પેંગોંગ ત્સો તળાવ વિસ્તારમાં ભારતીય સૈન્ય સાથે તાજેતરમાં થયેલા અવરોધમાં કાંટાળા તાર અને પથ્થરો લઈને આવી હતી. ભારતીય સૈનિકો પ્રત્યેનું તેમનું વર્તન તદ્દન અનપ્રોફેશનલ હતું. તેનાથી વિપરિત, ભારતીય સેનાએ ચીન સામે આવી રણનીતિનો ક્યારેય ઉપયોગ કર્યો નથી.

1967 થી આ વિસ્તારમાં શાંતિ છે
લદાખથી અરુણાચલ પ્રદેશ સુધીની વાસ્તવિક નિયંત્રણ રેખાએ (LOC) ભારતીય અને ચીની બંને સેનાનાં જવાનો રાઇફલ્સથી સજ્જ છે, પરંતુ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે 1967 પછી આ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું નથી.
પહેલા થોડા ચીની સૈનિકો હતા, હવે તેમની સંખ્યા હજારોમાં છે

નોંધપાત્ર વાત એ છે કે લદાખની પૂર્વમાં, 2017થી ડોકલામ જેવી સ્થિતિ ભારત અને ચીનની સેના વચ્ચે છે. ત્યાં બંને દેશોની સેના સો મીટરના અંતરે તૈનાત છે. મળતી માહિતી મુજબ, ચીની સૈનિકોની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે, તેથી ભારતે પણ તેના સૈનિકોની સંખ્યા વધારવાની તૈયારી કરી લીધી છે. થોડા અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં થોડા ચીની સૈનિકો હતા, હવે તેમની સંખ્યા હજારોમાં નોંધાઈ રહી છે. ભારત તે પ્રમાણે તેની સેનામાં પણ વધારો કરી રહ્યું છે. ભારતે ચીનને અડીને આવેલા ભાગથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કામમાં પણ વેગ આપ્યો છે. લશ્કરી સૂત્રોએ સ્વીકાર્યું છે કે ચીની સૈન્યના તંબુઓના ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા છે તે ભારતની જમીન પર લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ક્રેડિટ રેટિંગ પર અસર થવાના ડરથી સરકાર નથી આપતી મજૂરોને રોકડ : રાહુલ ગાંધી
ચીન કરારનું ઉલ્લંઘન કરે છે
પૂર્વ લદ્દાખની વાસ્તવિક લાઇન ઓફ કંટ્રોલને લઈને બંને દેશોની સૈન્ય વચ્ચેના કરારનું સ્પષ્ટપણે ચીન ઉલ્લંઘન કરી રહ્યું છે. ભૂતકાળમાં પણ, ચીની સેનાએ ઉનાળામાં આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ચીન દ્વારા મોટા તંબુ મૂકવામાં આવ્યા છે તથા ભારે મશીનરીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચીનના સૈનિકો ગાલવાન નાલા વિસ્તારમાં પણ પડાવ નાખી રહ્યા છે. અને નવા ટેન્ટ લગાવી રહ્યા છે. ચીન દ્વારા રસ્તા પણ બનાવવામાં આવી રહ્યા છે. ભારત તરફથી આ પ્રવૃત્તિઓ અંગે ચેનલો દ્વારા ફરિયાદો નોંધાઈ છે, પરંતુ હજી સુધી તેની કોઈ અસર દેખાઈ નથી.

ભારતીય સેનાએ ચીન સામે તકેદારી વધારી
ચીનની આ હરકતોને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ હમણાં જ ભારતીય પોસ્ટ કેએમ 120 ની નજીક તમામ જરૂરી સામાન પહોચાડ્યો છે. ભારતીય સૈન્યએ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ પોતાની તકેદારી વધારી દીધી છે.
આ પણ વાંચો : કોરોના વચ્ચે આ રીતે ઉજવશે મોદી સરકાર બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ
