ચીન અને ભારત વચ્ચે વધતા બોર્ડર વિવાદને લઇ ભારતમાં ચીનના સમાનનો બહિષ્કાર કરવાનું લોકો કહી રહ્યા છે. ત્યારે લદાખના એન્જીનીયર સોનમ વાંગચુકે ચીની સમાનનો વિરોધ કરી તેને સબક શીખવવાનું કહેતો એક વિડીયો પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો હતો. જે ભારતમાં ઘણો વાયરલ થયો હતો. જે ચીનને જરાય પસંદ આવી નથી.
ચીની મીડિયામાં સોનમ વાંગચુકનો ઉલ્લેખ

ચીનની સરકારી મીડિયાએ ભારત વિરુદ્ધ એક અહેવાલ રજુ કારીઓ હતો જેમાં સોનમ વાંગચુકનો પણ ઉલ્લેખ કર્યો છે. ચીની મીડિયાએ કહ્યું કે આ ભારતીય રાષ્ટ્રવાદી તાકાતોને ઉશ્કેરવા પર કરવામાં આવી રહ્યું છે. સોનમ વાંગચુકનો ઉલ્લેખ કરતા ચીનના એક લેખમાં એવું લખ્યું છે કે સોનમ વાંગચુક જેમના કામની 3 ઈડિયટ્સ ફિલ્મમાં પ્રશંસા કરવામાં આવી છે તેઓ વીડિયો પોસ્ટ કરીને ભારતીયોને ચીની સામાનનો વિરોધ કરવાની વાત કહી રહ્યા છે.
3 ઈડિયટ્સથી લોકપ્રિય બન્યા
સોનમ વાંગચુક લદાખના જ રહેવાસી છે. તેમણે શિક્ષણ, પર્યાવરણ પર ઘણું કામ કર્યું છે. ફિલ્મ 3 ઈડિયટ્સ બાદ સોનમ વાંગચુક વધુ લોકપ્રિય બન્યા હતા. સોનમે પોતાના વીડિયોમાં કહ્યું હતું કે ચીનને અરીસો બતાવવા માટે શું કરી શકાય છે. તેમના હિસાબથી તેના બે રસ્તાઓ છે – એક તો સેનાની તૈનાતી અને બીજું ભારતીયોની તરફથી ચીની સામાનનો બહિષ્કાર.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ, રસ્તા પર ઉતરી પ્રદર્શન કર્યું
