કોરોના વાયરસ ચીનના પશુ માર્કેટ માંથી ફેલાયો છે. આ થિયરી પર હજુ પણ ઘણા લોકો વિશ્વાસ નથી કરી રહ્યાં. વાયરસના ફેલાવાનું કારણની જાણ કરવાને કારણે સરકાર જાસૂસી પણ કરાવી રહી છે. બ્રિટન સરકારને ખુફિયા સૂચના મળી છે કે કોરોના વાયરસનું સંક્રમણ પહેલા ચીનના લેબ માંથી પ્રાણીઓને થયો અને ત્યાર પછી મનુષ્યોમાં જઈ ઘાટાં રૂપ લઇ ચૂક્યું છે.
લેબમાંથી પ્રાણીઓમાં, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં

બ્રિટનના શીર્ષ સરકારી સૂત્રોનું કહેવું છે કે ભલે વૈજ્ઞાનિકો એ જ કહી રહ્યા છે કે વાયરસ વુહાનના પશુ માર્કેટમાંથી ફેલાયો પરંતુ ચીની લેબથી થયેલ લીકના ફેક્ટને નજરઅંદાજ નહિ કરી શકાય. ડેલી મેલની રિપોર્ટ મુજબ, બોરિસ જોનસન દ્વારા રચવામાં આવેલી આપાત કમિટી કોબરાના એક સભ્યએ કહ્યું કે, ગત રાત્રે મળેલી ગુપ્ત માહિતી પ્રમાણે એ વાતને લઈને કોઈ બે મત નથી કે કોરોના વાયરસ જાનવરોમાંથી જ ફેલાયો છે પરંતુ આ વાતથી પણ ઇન્કાર ન કરાય કે વાયરસ વુહાનના લેબ માંથી જ લીક થયો છે.
પશુ બજારથી દૂર નથી વાયરોલોજી લેબ

કોબરાને સિક્યોરિટી સર્વિસએ આ સંબંધમાં ડિટેલમાં જાણકારી આપી છે. તેમણે કહ્યું, વાયરસની પ્રક્રુતિને લઈ એક વિશ્વસનીય વૈકલ્પિક વિચાર છે. એ બાબત માત્ર એક સંયોગ નથી કે, વુહાનમાં લેબ હાજર છે. આ તથ્યની નજરઅંદાજ કરી ના શકાય.’ વુહાનમાં ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ વાયરોલોજી હાજર છે. ચીનમાં આ સૌથી એડવાન્સ લેબ છે. આ ઈન્સ્ટિટ્યૂટ પશુઓના બજારથી માત્ર 10 મિલની દુરી પર જ છે. ઉલ્લેખનીય છે કે, ચીનના સમાચારપત્ર પીપલ્સ ડેઈલીએ 2018માં કહ્યું હતું કે, આ લેબોરેટરી ઘાતક ઈબોલા વાયરસ જેવા માઈક્રોમેગેનિઝમ પર પ્રયોગ કરવામાં સક્ષમ છે.
આ પણ વાંચો : રેપિડ એન્ટિબોડી બ્લડ ટેસ્ટ શું છે, જે કોરોનાના વધુ દર્દી ધરાવતા વિસ્તારમાં શરુ કરવામાં આવશે…
લેબના સ્ટાફ કર્મચારીઓમાં જ ફેલાયું સંક્રમણ?

એવી અપુષ્ટ ખબર પણ આવી છે કે, ઈન્સ્ટિટ્યૂટના કર્મચારીઓના બ્લડમાં તેનું ઇન્ફેક્શન થયું અને ત્યાર પછી તેનાથી સ્થાનિક આબાદી સંક્રમિત થઇ. જ્યારે વુહાન સેંટર ફોરસ ડિસિઝ કંટ્રોલે પણ આ માસ બજારથી 3 માઈલ દૂર છે. માનવામાં આવે છે કે, ત્યાં પણ જાનવરો અને ચામાચિડીયા પર પ્રયોગ કરવામાં આવ્યા છે જેથી કરીને કોરોના વાયરસના ટ્રાંસમિશનની જાણકારી મેળવી શકાય.
લેબમાંથી લીક થવાના કારણે સાર્સ વાયરસ ફેલાયો હતો

2004માં ચીની લેબમાંથી લીક થવાના કારણે ઘાતક એવો સાર્સ વાયરસ ફેલાયો હતો જેના કારણે ત્યાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને અન્ય 9 લોકો સંક્રમિત થયા હતાં. ચીનની સરકારે તે સમયે કહ્યું હતું કે, બેરદકારીના કારણે આમ થયું હતું અને તે બદલ 5 વરિષ્ઠ અધિકારીઓને દંડિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોરોના : ગુજરાત સરકારની મોટી જાહેરાત, પોલીસ કર્મીઓ અને સફાઈકર્મીઓને મળશે આટલી સહાય
