ભારત અને ચીન(india and china)ના વિદેશ મંત્રીઓ વચ્ચે 5 સુત્રી સહમતી થયા પછી ચીનના સરકારી પ્રોપગેન્ડા મીડિયા ભારતને ધમકાવવા અને મનોવૈજ્ઞાનિકન દબાણ બનાવવામાં લાગેલ છે. ચીની ન્યુઝ પેપર ગ્લોબલ ટાઇમ્સે(Global Times) ચીની વિશ્લેષક ઝાંગ શેન્ગ(Zhang sheng)ના હવાલાથી દાવો કર્યો છે કે ભારત પંડિત જવાહરલાલ નેહરુ(pandit javaharlal nehru)ની ભૂલોને દોહરાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતનું વર્તમાન પ્રશાસન સીમા પર આક્રમકઃ વ્યવહાર કરી રહ્યું છે.
ઝાંગે કહ્યું કે, વર્તમાન સ્થિતિ વર્ષ 1962 જેવી જ છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત પોતાના હિત માટે આંતરાષ્ટ્રીય સમુદાયની મદદથી ચીન પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. વર્ષ 1962માં ચીન અલગ હતું. એ સમયે ચીન અમેરિકા સાથે લડી રહ્યો હતો અને એ સમયે રુસ સાથે પણ ચીન અલગ રસ્તા પર ચાલી રહ્યું હતું. જયારે ભારત એ સમયે ગુટનિર્પેક્ષ આંદોલનની આગેવાની કરી રહ્યું હતું.
‘ભારતે આંતરાષ્ટ્રીય માહોલનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી’

ચીની વિશ્લેષકે આરોપ લગાવ્યો કે વર્ષ 1962માં ભારતે આંતરાષ્ટ્રીય માહોલનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી. એનું પરિણામ એ થયું કે ભારતે ત્રીજા દુનિયાના દેશોના નેતાની પદવી પણ ગુમાવી દીધી. ઝાંગએ કહ્યું કે, ભારતની મોદી સરકાર નેહરુની રણનીતિ પર કામ કરી રહી છે અને ચીન-અમેરિકાના તણાવનો ફાયદો ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે રક્ષા મંત્રી અતિ આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે.
ત્યાં જ એંય એક ચીની વિશ્લેષક કિઆંગ ફેંગએ કહ્યું કે, જયશંકર અને વાન્ગ યી સાથેની મુલાકાત પછી હવે બોલ ભારતના પલ્લામાં છે. તેમણે કહ્યું કે, હવે એ જોવાનું છે કે ભારત કેવી રીતે 5 સૂત્રીય સહમતીને લાગુ કરે છે. તેમણે રાફેલના સમાવેશ સમયે રાજનાથ સિંહના નિવેદનનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે, ભારત વિરોધાભાસી નિવેદનો આપી રહ્યું છે.
‘ચીન ભારતને પોતાનો શત્રુ નથી માનતો’

કિયાંગએ દાવો કર્યો કે, ચીન ભારતને પોતાનો શત્રુ નથી માનતો અને એના આ રૂખમાં બદલાવ આવ્યો નથી. એ ઉપરાંત ચીન ભારત સાથે સબંધોને સ્થિર બનાવવા માટે વ્યવહારિક સહયોગનો ઇચ્છુક છે. ચીન ભારત સાથે શાંતિ સાથે સીમા ઓર વિવાદોનું નિવારણ ઈચ્છે છે પરંતુ પોતાના હિતો સામે સમજોતો નહિ કરી.
