અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષના 32 બાળકોને CIDની ટીમે બચાવી લીધા હતા. બિહારથી બાળમજૂરી માટે આ બાળકોને ગુજરાત લવાયા હતા. હાલ આ બાળકોને કાલુપુર પોલિસ સ્ટેશને લઇ જવાયા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર સીઆઇડી ક્રાઇમ અને વિવિધ NGOએ સાથે મળીને ઓપરેશનને સફળ બનાવ્યું છે.
દિલ્હીથી મળી હતી જાણકારી
ગુરુવારે દિલ્હીની NGOથી જાણકારી મળી હતી કે, બાળ મજૂરી માટે બિહારથી નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે રૂપિયા લઇને કેટલાક બાળકોને ગુજરાત મોકલવામાં આવી રહ્યાં છે. જેઓ રાતની ટ્રેનમાં અમદાવાદ પહોંચવાના છે. તે જ સમયે પોલીસે વોચ ગોઠવી બાળકોને અલગ અલગ જગ્યાએથી બચાવી લીધા હતા.
પરિવાર જ મોકલે છે મજૂરી માટે
આર્થિક તંગી સર્જાતા દલાલ પાસેથી પૈસા લઇને પરિવારના સભ્યો તેમના બાળકોને મોકલે છે. સીઆઇડી ક્રાઇમે અને વિવિધ NGOએ સાથે મળીને કાલુપર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું. સીઆઇડી ક્રાઇમે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : કોરોનાથી થતા મોત પર લગામ કસવા ભારત આ કારણેથી રહ્યું આગળ
