વિરોધ છતાં નાગરિકતા સંશોધન કાનૂન (CAA) શુક્રવારે લાગુ થઇ ગયો છે. જેને લઇ સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધી છે. CAA હાલ અમલમાં આવ્યો હોઈ પરંતુ કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં આ કાનૂન લાગુ ન થાય. નાગરિકતા કાનૂનનો પૂર્વોત્તરમાં ભારે વિરોધ જોવા મળ્યો. આસામ, મેઘાલય સહીત કેટલાક રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સરકારે કાનૂન લાગુ કરતી સમયે એલાન કર્યું કે મેઘાલય, આસામ, અરુણાચલ, મણિપુરના કેટલાક ક્ષેત્રોમાં આ કાનૂન લાગુ નહિ થાય.
જારી છે ઇનર લાઈન પરમીટ

કેન્દ્ર સરકારે આ ઇનર લાઈન પરમીટ જાહેર કરી છે જેના કારણે આ નિયમ લાગુ નહિ થાય. ઇનર લાઈન પરમીટ એક યાત્રા દસ્તાવેજ છે, જેને ભારત સરકાર પોતાના નાગરિકો માટે જારી કરે છે. જેથી તેઓ કોઈપણ સંરક્ષિત ક્ષેત્રમાં નિર્ધારિત સમય માટે યાત્રા કરી શકે.
કયા શરણાર્થીઓને થશે ફાયદો ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ સંસદમાં પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે લાખો-કરોડો લોકો એવા છે જેન આ કાનૂનનો ફાયદો મળશે. નવો કાનૂન બધા શરણાર્થીઓ પર લાગુ થશે. સરકાર તરફથી એક કટઓફ તારીખ પણ નક્કી કરવામાં આવી છે કે પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ થી 31 ડિસેમ્બર 2014 પહેલા આવેલ બધા હિન્દૂ, જૈન, સિખ, બૌદ્ધ, ઈસાઈ અને પારસી શરણાર્થીને ભારતની નાગરિકતા મળી જશે.
શુક્રવારે જારી કરેલ અધિસુચના

ગૃહમંત્રાલય તરફથી જારી અધિસુચનામાં લખ્યું છે કે, ‘કેન્દ્રીય સરકાર, નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019(2019નું 47)ની ધારા 1 ની ઉપધારા (2) દ્વારા આપવામાં આવેલ શક્તિઓનો ઉપયોગ કરતા, 10 જાન્યુઆરી 2020ના રોજ એ તારીખના રૂપમાં નિયન કરે છે જેને ઉપરોક્ત અધિનિયમની જોગવાઈઓ અમલમાં આવશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.