સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને બંધારણીય કરાર આપવા માટે એક યાચિકા દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે એ મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસએ કહ્યું કે હાલ દેશ ઘણા મુશ્કેલ દોર માંથી પસાર થઇ રહ્યો છે, એવામાં આ પ્રકારની યાચિકા દાખલ કરવાનો કોઈ ફાયદો નથી.
ગુરુવારની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું, ‘દેશ હાલ મુશ્કેલ દોર માંથી પસાર થઇ રહ્યો છે. એવામાં આ સમયે બધાનો લક્ષ્ય શાંતિ બનાવી રાખવાનો હોવો જોઈએ. આ પ્રકારની યાચિકા દ્વારા કોઈ મદદ મળશે નહિ. આ કાયદો સંવૈધાનિક હોવા પર હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ચીફ જસ્ટિસે એ દરમિયાન એ પણ કહ્યું કે આપણે કેવી રીતે ઘોસિત કરી શકીએ છીએ કે સંસદ દ્વારા અધિનયમાં સંવૈધાનિક છે ? હંમેશા સંવૈધાનિકનું અનુમાન જ લાગવી શકાય છે.

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ જે પણ યાચિકા દાખલ કરવામાં આવી છે એના પર સુનાવણી ત્યારે જ શરૂ થશે જયારે હિંસા પુરી રીતે થમી જશે. વકીલ વિનીત ઢાંંડા તરફથી સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે કે CAAને સંવૈધાનિક ઘોષિત કરવામાં આવે. આ મામલે સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સુર્યકાંન્તની બેન્ચે કરી.
જણાવી દઈએ કે આ પહેલા નાગરિકતા કાયદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં કેટલીક યાચિકાઓ દાખલ થઇ ચુકી છે પરંતુ હજુ કોઈ પર સુનાવણી થઇ નથી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.