ગુજરાતની યુનિવર્સીટી(University)માં ઓગસ્ટમાં યોજાનાર પરીક્ષા રદ કર્યા પછી, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના પ્રોટોકોલ મુજબ રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવી પડશે. ગુજરાત યુનિવર્સીટી અને જીટીયુ(GTU) દ્વારા ઓગષ્ટમા લેવાનાર પરીક્ષાઓ રદ્દ કર્યા બાદ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગે(Education Department) કહ્યું પરીક્ષા રદ કરવા મુદે કોઈ આદેશ કરાયા નથી.
સરકારે પરીક્ષાને લઇ કરી સ્પષ્ટતા
ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, જૂનાગઢ યુનિવર્સિટી, પાટણ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનના અભાવે ઓફલાઈન પરીક્ષા જાહેર કર્યા પછી મોકૂફ રાખવી પડી હતી જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા આજે સુધારેલો પરિપત્ર કરીને ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવી યોગ્ય નથી તેમ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલયે 29મી જિલ્લાએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જાહેરાત કરી હતી અને 7મી ઓગસ્ટ ઓગસ્ટ શિક્ષણ વિભાગે આ અંગે પત્ર જારી કર્યો હતો પરંતુ એમાં પણ પરીક્ષા અંગે કોઈ સ્પષ્ટતા ન કરી હતી. માત્ર કોલેજો બંધ રાખવાનું કહ્યું હતું.
તારીખ 7-8ના પરિપત્ર મુજબ પરીક્ષા યોજવાની રહેશે
શિક્ષણ વિભાગે પરિપત્ર માં કહ્યું છે કે, કેટલીક યુનિવર્સિટીઓ તરફથી શિક્ષણ વિભાગના તા.૭-૮ના પત્રનો હવાલો ખોટી રીતે આપીને ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખી છે જે યોગ્ય નથી. શિક્ષણ વિભાગના તા.8-7ના પરિપત્રથી આપવામાં આવેલી સૂચના અનુસાર પરીક્ષાઓ યોજવાની રહે છે. જો કે પરિપત્રમાં પરીક્ષાને લઇ કોઈ ચોખવટ ન કરતા તેવામાં યુનિવર્સિટીઓ, કોલેજો, સંચાલકો અને અધ્યાપક આલમમાં મૂંઝવણ મુકાયા હતા. અને તેઓએ પોતાની રીતે અર્થઘટન કરીને ઓફલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો.
આગામી દિવસમાં પરીક્ષા અંગે થઇ શકે છે જાહેરાત
આગામી એક કે બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી ઓનલાઈન પરીક્ષા અંગે જાહેરાત થઇ શકે છે. તેમજ અંતિમ વર્ષની ઓનલાઈન પરીક્ષા યોજવા તૈયારીઓ શરૂ કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે હાલમાં જ ચર્ચા થઈ હતી. તો જીટીયુના પણ પરીક્ષા બાકી છે.
આ પણ વાંચો : દત્ત પરિવાર સાથે જૂનો સબંધ છે કેન્સરનો, બે વ્યક્તિઓના જીવ લઇ ચુકી છે આ બીમારી
