સુરતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.કોયાનાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સ્વજલધારા, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને એટીસીઆરએ કાર્યક્રમ હેઠળ મંજુર મળેલી 1010 યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે.
જેના અંતર્ગત, સુરત જિલ્લામાં રૂ.14,775.62 લાખના ખર્ચે બારડોલી તાલુકામાં 139, ચોર્યાસીમાં 41, કામરેજમાં 72, મહુવામાં 130, માંડવીમાં 172, માંગરોળમાં 144, ઓલપાડમાં 99, પલસાણામાં 68 અને ઉમરપાડા તાલુકામાં 145 યોજનાઓનો સમાવેશ થાય છે. જેમાંથી રૂ.12,174.49 લાખની 859 યોજનાઓ પુર્ણ થઇ છે. જયારે 151 યોજનાઓ પ્રગતિ હેઠળ છે. જેને માર્ચ-2021 સુધીમાં પુર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો : RBIની 9 ઓક્ટોબરે થનારી જાહેરાત પર ઉદ્યોગ જગતની નજર
જિલ્લા વિકાસ અધિકારીએ આંગણવાડીઓમાં પાણીની મુશ્કેલીનું નિવારણ માટે ઝડપી કાર્યવાહીની સુચના આપી. યુનિટ મેનેજર એ.પી.ગરાસિયાએ સંકલિત બાળ વિકાસ વિભાગ સાથે સંકલન બાદ આગામી બેઠકમાં એકશન પ્લાન તૈયારી બતાવી છે. જેમાં, દરેક જિલ્લાના ઘરમાં નળજોડાણ કરીને લોકોને પીવાના પાણી પહોંચાડવાની કામગીરી કરવા ભાર મૂકયો હતો. યુનિટ મેનેજરે જણાવ્યા અનુસાર, હાલમાં જિલ્લામાં 3,96,363 ઘરો છે. જેમાંથી 3,55,469 ઘરોમાં નળ જોડાણ પહોંચાડવામાં આવ્યું છે.
