હાલ થોડા દિવસથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછું થઇ ગયું છે. ત્યારે 28 જાન્યુઆરીના રોજ રાજકોટ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર દિવસમાં ઠંડી ઘટી શકે છે. તે રીતે તાપમાન ઘટશે. તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થશે.
અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ રાજસ્થાન અને પાડોશી રાજ્યોના આકાશ પર સાયકલોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને વહેલી સવારથી જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ છે ત્યારે અમરેલીના ખાંભા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે માવઠાની અસરને લઇ ખેડૂતોને ઘઉં, બટાટા, જીરૂં, વરિયાળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વડોદરા, સુરત, ભાવનગર, દીવ, મહુવા, કંડલા એરપોર્ટ પર મહત્તમાન તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું.
