નાગરિકતા સંશોધન કાનૂન (CAA) વિરુદ્ધ દેશવ્યાપી પ્રદર્શનો થઇ રહ્યા છે. જેમાં પ્રદર્શનકારીઓ સાર્વજનિક અને નિજી સંપત્તિઓને નુકસાન પહોંચાડી રહ્યા છે એવામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે કહ્યું કે તેઓ આવા તત્વોની ઓળખ કરી નુકસાન કરવામાં આવેલી સંપત્તિઓની વસૂલી કરશે. એમણે કહ્યું કે પહેચાનમાં આવેલ આ વિરોધીઓની સંપત્તિ જપ્ત કરી નીલામી કરવામાં આવશે આમ તો વસૂલી કરવા પર સંમતિ છે પરંતુ એવું થઇ નથી શકતું.
કાયદો છે પરંતુ સાબિત કરવું મુશ્કેલ
સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ નક્કી કર્યો છે જે હેઠળ સાર્વજનિક સંપત્તિનું નુકસાન થવા પર જવાબદાર લોકો પાસે વસૂલી કરવાની જોગવાઈ છે. પરંતુ, પ્રદર્શનો દરમિયાન કોને શું નુકસાન કર્યું અને કોણે ટોડ-ફોડ કરી કોને આગ લગાવી આ સાબિત કરવું મુશ્કેલ છે. કેટલીક વાર વિશાળ જનસમૂહનો કોઈ નેતા કે આયોજક નથી હોતા કે જેની ઓળખ થઇ શકે છે. માટે કોર્ટમાં દલીલો કરવામાં આવે છે કોઈ એ આંદોલન અથવા પ્રદર્શન કરવાનો આદેશ જ નથી કર્યો જેમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું.
1984નો કાયદો
પ્રિવેંશન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, 1984માં હિંસક પ્રદર્શનોને લઇ 6 માસ થી 10 વર્ષ સુધી જેલની સજા અને જોગવાઈ છે. એ અનુસાર પ્રદર્શન દરમિયાન આગ લગાવવી અને ભીડને હિંસા માટે ઉક્સાવવા ના જવાબદાર ની ઓળખ થઇ જાય અને એનો ગુનો કોર્ટમાં સાબિત કરી દેવામાં આવે. અસામાજિક તત્વોની ઓળખ કરી કોર્ટમાં સાબિત કરવું ઘણું મુશ્કેલ છે, માટે સાર્વજનિક સંપત્તિઓના નુકસાનના કેસોમાં સજાની સરેરાશ લગભગ 29.8% જ છે.
ભારી સંખ્યામાં કેસ પેન્ડિંગ
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના હાલના આંકડા મુજબ, વર્ષ 2017ના અંત સુધીમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન ના 14,876 કેસ દેશની કેટલી અદાલતો સામે પેન્ડિંગ છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ આ ત્રણ રાજ્યોના જ કુલ 6,300 કેસ પેન્ડિંગ છે.
રાજ્ય સરકાર અને કાયદો 2007માં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કેટી થોમસની અધ્યક્ષતામાં એક આ કાયદાને વધુ કડક કરવા એક સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં સમિતિને જાણવા મળ્યું કે રાજ્ય સરકારએ સાર્વજનિક સંપત્તિને નુકસાનની ચુકવણી અને આરોપીઓને સજા કરવા માટે 1984ના કાયદાનો કદાચ જ ઉપયોગ કર્યો છે. પરંતુ આવા કેસોમાં ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કડક જોગવાઇઓનો સહારો લીધો છે.
સુપ્રીમ કોર્ટની નવી ગાઇડલાઇન
ત્યાર પછી સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશમાં સાર્વજનિક સંપત્તિને નુકસાનના નવા કેસનું સુનાવણી કરતા નવી ગાઇડલાઇન જાહેર કરી. એ મુજબ ‘જો કોઈ પ્રદર્શનકારી ના કારણે મોટા પાયદાન પર સાર્વજનિક સંપત્તિને નુકસાન થાય છે તો હાઇકોર્ટ પોતે તેનો નિર્ણય લઇ શકે છે અને નુકસાની તપાસ કરવાની અને વળતરની વ્યવસ્થા કરવા માટે તંત્ર બનાવશે. એના માટે ગુનાના આયોજકો જવાબદાર માનવામાં આવશે. હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ પણ એનાથી જ ચર્ચા કરશે’.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.