સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવા સુરતના વિકાસ નકશા-ડેવલપમેન્ટ 2035 પ્લાનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી દીધી છે. જેમાં સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ 1085 ચો.કિ.મી. વિસ્તારના ફાયનલ ડેવલપમેન્ટ પ્લાન સામેલ છે. DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે.
વિકાસના કામોને મળશે ગતિ

30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુકત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખુલશે. આશરે 580 હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે. અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બેય બાજુ 1 કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના 50 ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ડેવલપમેન્ટ થઇ શકશે.
આ પ્લાન્ટને મળવાથી પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શીયલ ડેવલપમેન્ટ માટે નવા રસ્તાઓ ખુલશે. કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કોરોના વિરૂદ્ધ જનઆંદોલનનો પ્રારંભ
