અમદાવાદ, તા.22 માર્ચ, 2022: અદાણી પાવર લિમિટેડ (APL), આઈએચઆઈ કોર્પોરેશન અને કોવા કંપની લિમિટેડે (Kowa), અદાણી પાવર મુંદ્રા કોલ-ફાયર્ડ પાવર પ્લાન્ટ ખાતે 20 ટકા પ્રવાહી એમોનિયા કો-ફાયરિંગ ગુણોત્તર હાંસલ કરવા અને ત્યારબાદ આ ગુણોત્તરને 100 ટકા મોનોફાયરિંગ સુધી લઈ જવા માટે સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.
APLનો ઉદ્દેશ વીજ ઉત્પાદનમાં બળતણ તરીકે એમોનિયાની સંભાવના ચકાસીને તેનું અમલીકરણ કરી ગ્રીન હાઈડ્રોજન મારફતે મેળવાયેલા એમોનિયાનો હાલના થર્મલ પાવર પ્લાન્ટમાં ઉપયોગ કરવાની શક્યતા ચકાસવાનો છે. કોવાએ હાઈડ્રોજનના ગ્લોબલ સર્વે અને એમોનિયા સંબંધિત ટેકનોલોજીના ગ્લોબલ સર્વેક્ષણને સમર્થન આપીને APL ખાતે તેનો વીજ ઉત્પાદનમાં ઉપયોગ કર્યો છે. આઈએચઆઈ કોર્પોરેશન તેના જાપાન ખાતેના કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટમાં એમોનિયા કો-ફાયરિંગ ટેકનોલોજીના ઉપયોગ અંગે સફળ નિર્દેશન કરી ચૂક્યું છે અને દુનિયાભરમાં કો-ફાયરિંગ ટેકનોલોજી સંબંધિ થઈ રહેલી પૂછપરછ અંગે પ્રતિભાવ આપી રહ્યું છે.
APLની કોલ-ફાયર્ડ એસેટસમાં ડી-કાર્બોનાઈઝેશન હાંસલ કરવા માટે વિવિધ અભ્યાસ મારફતે એમોનિયા કો-ફાયરિંગની શક્યતાઓને ધ્યાનમાં લઈને APLની કોલ-ફાયર્ડ એસેટસમાં ડી-કાર્બોનાઈઝીંગ તથા ભારતમાં આ ટેકનોલોજીનો અન્ય કોલ-ફાયર્ડ એકમોમાં અમલીકરણ કરવા અંગેની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
“ઈન્ડિયા- જાપાન ક્લિન એનર્જી પાર્ટનરશીપ (CEP)” દ્વારા ભારત અને જાપાની સરકારો દ્વારા તા.19 માર્ચ, 2022ના રોજ કરવામાં આવેલી જાહેરાત મુજબ આ પ્રકારના અભ્યાસો મારફતે ભારતમાં કાર્બન ન્યુટ્રાલિટી ક્ષેત્રે યોગદાન આપવાનો ઉદ્દેશ છે. આ પ્રકારની પ્રવૃત્તિનો ઉદ્દેશ તમામ પ્રકારના ઉર્જા સ્રોતો અને ટેકનોલોજીસનો ઉપયોગ કરીને ઉર્જા ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપી જાપાન અને ભારત વચ્ચે ભિન્ન પ્રકારનું અને વાસ્તવિક એનર્જી ટ્રાન્ઝીશન હાંસલ કરવાનો તથા ઉર્જા સુરક્ષા, કાર્બન ન્યુટ્રાલિટી અને આર્થિક વિકાસ હાંસલ કરવાનો છે. આ ઉપરાંત પક્ષકારોનો ઈરાદો જાપાનમાં થઈ રહેલા અમલીકરણને સમાંતર સંશોધન અને વિકાસ, ડેમોન્સ્ટ્રેશન અને વ્યાપારી ધોરણે કામગીરી કરીને ફ્યુઅલ એમોનિયા સપ્લાય ચેઈનનો વૈશ્વિક સ્તરે વહેલું અમલીકરણ કરવાનો પણ છે.