સુરત જિલ્લામાં કોરોના વાઈરસની વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામામાં કડક અમલની જોગવાઈ સાથે કેટલીક ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે. 31 ઓક્ટોબર સુધી અથવા સરકારશ્રી દ્વારા જો મુદ્દત વધારવામાં આવે તે તારીખ સુધી સુરત જિલ્લા(ગ્રામ્ય)માં નિયત પ્રતિબંધ/છુટછાટ ફરમાવ્યા છે.
- જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન/ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન યથાવત રહેશે. ફક્ત આવશ્યક પ્રવૃતિઓને જ પરવાનગી રહેશે.
- સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક/ રાજકીય સમારોહ તથા બીજા એકત્રિકરણમાં 100 વ્યકિતઓની મર્યાદામાં એકઠા થવાની છૂટ તા.૧૫ ઓકટો. સુધી યથાવત રહેશે. એ પછી આ બાબતો અંગે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકાઓને અનુસરી રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક પરિસ્થિતીને આધારે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલના સુચનો
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં મુજબ સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આગામી 15 ઓક્ટો.થી એસટી બસોમાં 75% કેપેસિટી સાથે દોડાવવા મંજૂરી આપવામાં આવી છે. રિક્ષામાં ડ્રાયવર સહિત 03 અને કારમાં ડ્રાઈવર સહિત 04 મુસાફરોને બેસાડવાનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે. તમામ ઉદ્યોગો દુકાનો સોશ્યલ ડિસ્ટન્સ સાથે ચાલુ રાખવા, હોટલો રેસ્ટોરન્ટ હવેથી રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. બાગબગીચા પણ ખુલ્લા રહેશે. બાઇકમાં બે મુસાફરોને સવારી કરવી, લાઈબ્રેરીમાં ૬૦ ટકા કેપેસિટી, ધાર્મિક સ્થળો માટે તા. 07 જુનના દિશા નિર્દેશ અમલી રહેશે. સ્વીમીંગ પુલ પણ પ્રોફેશનલ ખેલાડીઓ માટે હાલ તા.15 થી ખુલશે. તા.15 ઓકટો.થી વ્યાપારી-પ્રદર્શન તથા પરિસંવાદો વિગેરેનું આયોજન કોરોના પ્રોટોકોલ સાથે થઈ શકશે. બગીચાઓ તથા જાહેર ફરવાના સ્થળો પણ પુરી રીતે ખુલ્લી જશે. દુકાનો માટે કોઈ હવે સમય મર્યાદા બંધન નથી તે યથાવત રહ્યું છે. ઓટો, ટેક્ષી, કેબ, ખાનગી વ્હીકલ, રીક્ષા વિ. માટે અગાઉના અનલોકના નિયમો યથાવત છે. સિનેમા-થિયેટર-મલ્ટીપ્લેક્ષ, મનોરંજન ગૃહો 50 ટકા કેપેસિટી સાથે અને સરકાર દ્વારા અપાયેલા નિર્દેશોના પાલન સાથે ખોલી શકાશે.

આ પણ વાંચો : ગુજરત સરકાર બાદ સુરત પાલિકાનું તહેવારોની ઉજવણીને લઇ જાહેરનામું, કર્યા આ સૂચનો
- માસ્ક ફરજીયાત પહેરવું જરૂરી છે. માસ્ક નહિ પહેરનારને નિયત દંડ ભરવો પડશે.
- દરેક જાહેર સ્થળો, દુકાનો પર ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું 6 ફુટનું અંતર રહે તેની ખાત્રી કરવાની રહેશે, તેમજ એક સમયે પાંચ કરતા વધુ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે નહીં
- થુંકવાની મનાઇ ફરમાવવામાં આવે છે. જાહેરમાં થુંકનારને દંડ કરવામાં આવશે, આ દંડની વસુલાત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કરી શકશે.
- જાહેર જગ્યાએ દારૂ, પાન, ગુટખા, તમાકુનું સેવન કરી શકાશે નહિં.
- કામદારો/ કર્મચારીઓ/દુકાનદારો મકાન/ઘર કન્ટેઈન્ટમેન્ટ/ માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન માં આવેલ હોય તેઓને કન્ટેઈન્ટમેન્ટ/ માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન છોડી શકાશે નહીં.
- શકય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની પધ્ધતિ અમલમાં લાવવાની રહેશે.
- કચેરીઓ, કામના સ્થળો, દુકાનો, માર્કેટો અને ઔદ્યોગિક તેમજ વાણિજય સંસ્થાઓમાં કર્મચારી/ કામદારો માટે કામના કલાકો અલગ-અલગ રાખવાના રહેશે.
- થર્મલ સ્કેનીંગ, હેન્ડ વોશ, સેનીટાઇઝરનો એન્ટ્રી, એક્ઝિટના પોઇન્ટ અને કોમન એરીયામાં ઉપયોગ કરવાનો રહેશે.
- કામના સ્થળોએ પાળી/શિફ્ટ બદલતી વખતે મુખ્ય દરવાજો/એન્ટ્રી, તેમજ વધુ પ્રમાણમાં અવર-જવર થતા કોમન સ્થળો વારંવાર સેનીટાઇઝ કરવાના રહેશે, (દા.ત. ડોર હેન્ડલ)
- કામના સ્થળ પરના ઇન્ચાર્જ વ્યક્તિએ કામદારો વચ્ચે પુરતું અંતર જાળવી, કામની પાળીમાં અંતર રાખીને, લન્ચ બ્રેક રિસેસના સમયને અલગ-અલગ કરીને સોશિયલ ડિસ્ટનસીંગનું અચૂકપણે પાલન કરવાનું રહેશે.
- આવનાર તમામ ગ્રાહકો માટે 6 ફુટનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, તે માટે કામના સ્થળની આગળ અંતર જાળવવા માટે માકિંગ કરવાના રહેશે.
- ફરજ પર આવતા તમામ વ્યક્તિને કોરોના રોગ અંગેના લક્ષણો જણાય આવે તો તુરત જ
- નજીક ના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચકાસણી માટે મોકલી આપવાની રહેશે અથવા શહેર જિલ્લાના કંટ્રોલરૂમ અથવા હેલ્પલાઈન નં.104 પર જાણ કરવાની રહેશે.
- બિનજરૂરી ભીડ એકત્રીત ન થાય તેની તમામ જવાબદારી દુકાનદારની રહેશે.
- કોરોનાવાયરસને લગતી કેન્દ્ર સરકાર/રાજય સરકારશ્રી તેમજ અત્રેની ગાઈડલાઈનની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- દુકાનદારોએ અલાયદા પાસ/મંજુરી લેવાની રહેશે નહીં. પંરતુ તેઓને ગુમાસ્તા ધારા હેઠળ આપવામાં આવેલ લાઈસન્સની નકલ તેમજ ફોટો આઈડેન્ટીટી કાર્ડ સાથે રાખવાનું રહેશે.
- આરોગ્યના કારણોસર અથવા આવશ્યક જરૂરિયાતો પુરી કરવા જવું પડે તે સિવાય 65 વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓ, બીમાર વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઘરમાં જ રહેવું.
- આવશ્યક જરૂરીયાત અથવા આરોગ્ય વિષયક સારવાર સિવાય 65 થી વધુ ઉંમરના વ્યક્તિ, રોગ ધરાવતી વ્યક્તિ, ગર્ભસ્થ મહિલા પ્રેગનેન્ટ વુમન), 10 વર્ષથી નાના વયના બાળકો ઘરની બહાર નિકળી શકશે નહિં.
કોઇપણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઇપણ પ્રકારના મીડિયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચો : કેન્દ્રની ભરતી પરીક્ષાઓના પરિણામ ટુંક સમયમાં, 90 હજાર યુવાઓને મળશે રોજગારી
