અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એક વિશાળ કાય ઉલ્કાપિંડની શોધ કરી છે જેનું કદ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ મોટું છે. આ ઉલ્કાપિંડ એક કલાકના 31319 કિમીની તીવ્ર ઝડપે પૃથ્વી તરફ આવી રહયો છે. જો આ ઉલ્કાપિંડ વાયુમંડળ સાથે ટકરાય તો સુનામીની શકયતા છે.
જો કે નાસાનું કહેવું છે કે આ ઉલ્કા પિંડથી ઘભરાવવાની જરૂરત નથી કારણ કે આ ધરતીથી ઘણા કિલોમીટર દૂરથી પસાર થશે. ત્યારે ઘણા વૈજ્ઞાનિકોએ એને ધરતીથી ટકરાવવાની આશંકા વ્યક્ત કરી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ 1908માં સાઇબેરિયાના વાયુમંડળમાં ઉલ્કાપિંડની ટકકર થઇ તેવી પરીસ્થિતિ ઉભી થઇ રહી છે. પરંતુ એ સમયે પીંડનો આકાર ખૂબજ નાનો હોવાથી ખુદ બળીને રાખ થઇ ગયો હતો અને નુકસાન થયું ન હતું. જેમાં સેંકડો વૃક્ષો બળીને ખાખ થયા હતા.
ઉલ્કાપિંડો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ બેકાબુ
બ્રહ્માંડમાં અનેક ઉલ્કાપિંડો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ બેકાબુ છે. તે કોઇ પણ ગ્રહના ગુરુત્વાકર્ષણની હદમાં આવીને ટકરાઇને નાશ પાંમે છે પરંતુ એ કયારેય વિનાશ લાવી શકે છે. માનવામાં આવે છે કે ૩ કરોડ વર્ષ પહેલા ઉલ્કાપિંડ પૃથ્વી પર ટકરાતા ડાયનાસોર સહિતની ૭૫ ટકા જીવસૃષ્ટી નાશ પાંમી હતી.
સાંકેતિક ઓળખ ૫૨૭૬૮ આપવામાં આવી

આ ઉલ્કાપિંડ પૃથ્વીને ટકરાય તેવી શકયતા જણાતી નથી. તેની સાંકેતિક ઓળખ ૫૨૭૬૮ (૧૯૯૮ OR -2) આપવામાં આવી છે. આ પીંડને નાસાએ પ્રથમવાર વર્ષ ૧૯૯૮માં જોયો હતો જે આગામી ૨૯ એપ્રિલના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. આ ઉલ્કાપિંડ સૂર્યનું એક ચકકર લગાવવામાં ૩.૭ વર્ષનો સમય લે છે. ખગોળવિદોનું માનવું છે કે લઘુગ્રહ અને ઉલ્કાપિંડની પૃથ્વીની પાસેથી પસાર થવાની શકયતા ૧૦૦ વર્ષમાં ૫૦ હજાર વાર બને છે.
આ પણ વાંચો : Corona virus effect : સુરતનો હીરા ઉદ્યોગ ઠપ્પ, મોટા હીરા ઉદ્યોગકારો હવે નીચી કિંમતે હીરા વેચવા મજબુર બન્યા
