ભારતના હીરા ઉદ્યોગમાં 2019માં, 2008 જેટલી મંદીની અસર એટલા માટે જોવા મળી નથી કારણ કે, ડાયમંડ ઉત્પાદક કંપનીઓ ડાયમંડ અને ગોલ્ડ જવેલરીની બ્રાન્ડ તરફ વળતા મંદીની અસર મોટી કંપનીઓમાં ખુબ ઓછી જોવા મળી છે.
જો કે જે મોટી કંપનીઓ મધ્યમ અને નાની હરોળની ડાયમંડ કંપનીઓને જોબવર્ક આપતી હતી. તેના પ્રમાણમાં 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તેના કારણે ચાલુ સિઝનમાં સુરત સહિત ગુજરાતમાં 15 હજાર રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. આ સ્થિતિનું એક કારણ એવું છે કે, ભારતનો જેમ એન્ડ જવેલરીનો 90 ટકા એક્ષ્પોર્ટ 5 દેશો પુરતો મર્યાદિત થઇ ગયો છે.

કેન્દ્રિય વાણીજય મંત્રી પીયુષ ગોયેલ અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારતના જેમ એન્ડ જવેલરી સંગઠનોએ લેટીન અમેરિકા, તુર્કિ, કેનેડા જેવા દેશો સાથે એફટીએ કરવા માંગ કરી હતી. જેથી હીરા ઉદ્યોગ અને જવેલરી ઉદ્યોગને નવું બજાર મળી શકે. અત્યારે એપ્રિલથી ઓકટોબર 2019માં જે આંકડાઓ સામે આવી રહ્યા છે. તે મુજબ ભારતનો એક્ષ્પોર્ટ યુએસએ અને હોંગકોંગમાં 28-28 ટકા, યુએઇમાં 26 ટકા, બેલ્જિયમમાં 5 ટકા, ઇઝરાઇલમાં 2 ટકા નોંધાયો છે.
જયારે રફ ડાયમંડના ઇમ્પોર્ટમાં બેલ્જિયમનો હિસ્સો ઘટી રહ્યો છે. જયારે યુએઇ અને સ્વિત્ઝરલેન્ડનો હિસ્સો વધી રહ્યો છે. બેલ્જિયમથી રફનો ઇમ્પોર્ટ 24 ટકા થઇ ગયો છે. એટલો ઇમ્પોર્ટ હવે સ્વિત્ઝરલેન્ડ અને યુએઇથી થઇ રહ્યો છે. તે પછી હોંગકોંગથી 7 ટકા, દક્ષિણ આફ્રિકાથી 5 ટકા નોંધાયો છે.
રફ હીરાની નિકાસ એપ્રિલ-નવેમ્બર 2019 માં 807.97 મિલિયન કુલ 824.21 મિલિયન એક વર્ષ અગાઉ સરખામણીમાં નોંધાય છે. જ્યારે સિન્થેટીક હીરાની નિકાસમાં યુએસ 6.82 મિલિયન, એપ્રિલ-નવેમ્બર 2019 માં 6.70 મિલિયન ડોલર સામે આ જ સમયગાળા એક વર્ષ અગાઉ સિન્થેટીક પોલિશ્ડ ડાયમંડ નિકાસ એક વર્ષ અગાઉ 133.94 મિલિયન ડોલર સામે એપ્રિલ-નવેમ્બર 2019 સમયગાળા દરમિયાન 276.05 મિલિયન ડોલર રહી છે.
ભારતનો જેમ એન્ડ જવેલરીનો એક્ષ્પોર્ટ
દેશ બિલિયન એક્ષ્પોર્ટ (ટકામાં)
યુએસએ 6.68 28
હોંગકોંગ 6.65 28
યુએઇ 6.32 26
બેલ્જિયમ 1.14 5
ઇઝરાઇલ 0.62 2
અન્ય 2.56 10.90
રફ ઇમ્પોર્ટમાં આ દેશો અગ્રેસર રહ્યા
દેશ બિલિયન ઇમ્પોર્ટ (ટકામાં)
બેલ્જિયમ 3.80 24
સ્વિત્ઝરલેન્ડ 3.79 24
યુએઇ 3.75 24
હોંગકોંગ 1.13 7
દ.આફ્રિકા 0.72 5
અન્ય 2.52 16
ભારતનો એક્ષ્પોર્ટ નીચે આપેલ મહિના અનુસાર
મહિનો બિલિયન ટકા
એપ્રિલ 3.13 3
મે 6.87 6.36
જુન 10.33 9.44
જુલાઇ 13.52 12.49
ઓગસ્ટ 16.83 15.54
સપ્ટેમ્બર 20.38 18.96
ઓકટોબર 24 22.57
