સુરતમાં કોરોના મહામારી આવ્યા બાદ ઘણા લોકો લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવીને ભ્રષ્ટાચાર કરતા હોવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં અગાઉ થયેલાની જેમ ફરી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં, કોરોનકાળમાં પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલના નામે ઇન્જેક્શનનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. આ ભ્રષ્ટાચારની માહિતી જાગૃત નાગરિક તુષાર મેપાણીએ પુરાવા સાથે રજુ કરીને ખુલાસો કર્યો છે.

આરોગ્ય મંત્રીને કરાઈ ફરિયાદ
- કોરોનકાળમાં સારવાર કઈ રહેલા દર્દીઓએ કોરોના ઉપરાંત ભ્રષ્ટાચાર સાથે પણ લડવું પડી રહ્યું છે
- હાલમાં ટોસિલિજુમેબની કિંમત 31 હજારથી લઈ 58 હજાર પહોંચી ગઈ છે
- રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 4,800થી લઈ 6,000 સુધી પહોંચી
- સિવિલમાં 4,800ની કિંમતના ઇન્જેક્શનને 5,400 રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે
- પર્યાપ્ત પુરાવાઓ, RTI અને ઇન્જેક્શનના બિલની સાથે આરોગ્ય મંત્રીને સીધી ફરિયાદ કરાઈ છે

અગાઉ પણ થયું હતું કૌભાંડ
સુરતમાં અગાઉ પણ ટોસિલિઝુમાબ ઇન્જેકશનના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં સામે આવેલી બંને કંપનીઓ માટે સુરતના કેમિસ્ટ એસોસિયેશને ખુલાસો કર્યો છે કે, આ બંને કંપનીઓ કેમિસ્ટ એસોસિએશનના સભ્યા નથી.

ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું
- કોરોના દર્દીના સારવાર માટે વપરાતું ઇન્જેક્શન 40 હજારની કિંમતનું છે
- જેને 50 હજારમાં ખરીદવામાં આવ્યું અને 57 હજારમાં વેચી દેવામાં આવ્યું હતું
- જેમાં એક ઈન્જેક્શન પાછળ 17,000ની કમાણી કરી
- લાયસન્સ ન હોવા છતાં ઈન્જેક્શન વેચવામાં આવતા હતા
- નામ વગરના પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરાતો હતો
- છુટક ઈન્જેક્શનો ખરીદવામાં આવતા હોવાનો ખુલાસો
- બેથી વધુ વ્યક્તિઓ મારફતે ઈન્જેક્શન પહોચાડાતા હતા
- 3 ઈન્જેકશન જપ્ત અને તમામ સામે ફોજદારી કેસ દાખલ થશે

