વર્ષ 2019 ને પૂર્ણ થવામાં હવે ફક્ત 7 દિવસ બાકી છે. આ વર્ષના છેલ્લા દિવસે એટલે 31 ડિસેમ્બર સુધી અમુક જરૂરી કામ પૂર્ણ કરવા પડશે. તેમાંથી એક જરૂરી કામ પાન અને એટીએમ કાર્ડથી જોડાયેલું છે. ચાલો જાણીએ તેના વિષે…
જો તમે દેશના સૌથી મોટા સરકારી બેન્ક SBI ના ગ્રાહક છો તો 31 ડિસેમ્બર સુધી તમારે એક મહત્વનું કામ પતાવવું પડશે. બેન્કે ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધી મેગ્નેટિક સ્ટ્રીપ વાળા જુના એટીએમ કાર્ડને બદલવા કહ્યું છે. એના બદલે સુરક્ષિત ઇએમવી ચિપ વાળું કાર્ડ લેવું પડશે.

જો તમે આવું નહિ કર્યું તો એટીએમ કાર્ડ બંધ થઇ શકે છે. જણાવી દઈએ કે એસબીઆઈએ ગ્રાહકોને જણાવ્યું છે કે કાર્ડ રિપ્લેસમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ છે અને આ ઓનલાઇન અથવા તમારા હોમ બ્રાન્ચ પર ઉપલબ્ધ છે. આના સિવાય બ્રાન્ચ અને નેટ બેન્કિંગની મદદથી પણ તમે નવા એટીએમ કાર્ડ માટે અરજી કરી શકો છો.
31 ડિસેમ્બર સુધી તમારે કોઈ પણ હાલતમાં પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરાવવું પડશે. જો તમે આવું નહિ કર્યું તો CBDT પાન કાર્ડને ‘અમાન્ય’ ઘોષિત કરી શકે છે.

પાન અને આધારને લિંક કરવા માટે સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે. અહીં તમને આધાર લિંકનું વિકલ્પ દેખાશે, તે લિંક પર ક્લિક કરવું પડશે.
ત્યારબાદ બોક્સમાં પાન, આધાર નંબર, તમારૂ નામ અને આપેલું કેપ્ચા એન્ટર કરો, ત્યારબાદ લિંક આધાર કરવું પડશે. આ સાથે જ લિંકિંગનો પ્રોસેસ પૂર્ણ થઇ જશે.

તમે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલી આધારને પાનથી લિંકના સ્ટેટસની જાણકારી લઇ શકો છો. જો ઉદાહરણથી સમજીએ તો UIDPAN <સ્પેસ><12 અંકનો આધાર નંબર><સ્પેસ><10 અંકનો પાન નંબર> ટાઈપ કરી એસએમએસ કરવો પડશે.
સીબીડીટીએ કેટલી વાર આધાર અને પાન લિંક કરાવાની ડેડલાઈન વધારી છે અને આ વખતે રાહત મળવાની આશા ઓછી છે. આવી સ્થિતિમાં વગર કોઈ રિસ્કના અત્યારે લિંકિંગનું કામ પતાવી દેવું સારું થશે.
