સપ્ટેમ્બર મહિનામાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 27 ટકા ઘટી 2.47 અબજ ડોલર પર પહોંચી છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં આ આંક 3.39 અબજ ડોલર રહ્યો હતો. કોરોનાના કપરાં કાળમાં વિશ્વભરમાં જ્વેલરી જેવી લકઝરીયસ ચીજવસ્તુ માટેની માગ ઘટતા દેશની નિકાસ પર અસર પડી છે.

રૂપિયામાં મૂલ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો નિકાસ 25 ટકા ઘટી રૂપિયા 18144 કરોડ રહી હતી. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં નિકાસ 43 ટકા ઘટી 8.48 અબજ ડોલર રહી હતી, જે ગયા નાણાં વર્ષમાં 14.87 અબજ ડોલર જોવા મળી હતી. કટ તથા પોલિશ્ડ ડાયમંડ્સની નિકાસ 20 ટકા ઘટી 1.56 અબજ ડોલર રહી હતી. રૂપિયાની દ્રષ્ટિએ આ આંક 17 ટકા ઘટી રૂપિયા 11495 કરોડ રહ્યો હતો.

ઊચા ભાવને કારણે ગોલ્ડ જ્વેલરીની નિકાસ 50 ટકાથી વધુ ઘટીને 1.07 અબજ ડોલર રહી હતી. જો કે સિલ્વર જ્વેલરીની નિકાસમાં 80 ટકાનો આશ્ચર્યકારક વધારો જોવા મળ્યો છે. ગોલ્ડની સરખામણીએ ચાંદીની ઔદ્યોગિક માગ વધુ રહે છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રફ ડાયમન્ડસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તહેવારો કે લગ્નસરાનો પણ લાભ કમનસીબે આ ખરીદીને નથી મળી રહ્યો.
આ પણ વાંચો :
