સાઉથ ગુજરાત ટેક્ષટાઈલ પ્રોસેસર્સ એસોસીએશન (SGTPA) ના કોન્ફરન્સના હોલમાં તા.૧૩-૦૪-૨૦૨૨ના રોજ બોઇલર સેફટી પ્રોગ્રામ બોઇલર ઇન્સ્પેકશન ડિપાર્ટમેન્ટ દ્વારા યોજવામાં આવેલ હતો, જેમાં પાંડેસરા, પલસાણા, સચીન, કડોદરા, ન્યુ પલસાણા વિગેરે એસ્ટેટના ઉધોગોના બોઇલર એટેન્ડર દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.
જેમાં બોઇલર થતા અકસ્માત અટકાવવા તથા સ્ટીમ જનરેટ કરી તેને જાળવી રાખવા તેમજ વધુ પ્રદુષણ ન થાય તે રીતે ફીડીંગ કરવા બાબતેને સમજ આપવામાં આવી હતી, જેમાં સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્રકુમાર વખારીયા દ્રારા તેમના અનુભવો તમામને જણાવેલ હતા તેમજ એ.એન.કાચા, ડેપ્યુટી ડાયરેકટરશ્રી, સી.ટી. રાઠવા, આસી. ડાયરેકટરશ્રી, જે.જી. ભટ્ટ, આસી. ડાયરેકટર, કે.બી.પરમાર, આસી. ડાયરેકટર હાજર રહ્યા હતા અને વકત્વ આપ્યુ હતું.

ઉપરોક પ્રોગ્રામ (વર્કશોપ) કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય બોઇલર પર કામ કરતા કર્મચારીઓને ટ્રેનીંગ આપવાનો હતો, જેથી બોઇલર પર થતા અકસ્માત અટકાવી શકાય.