મેસેન્જર એપ્લિકેશન વોટ્સઅપ દ્વારા ભારતના કેટલાક પત્રકારો અને હસ્તીઓની જાસૂસીની ખબરે રાજનીતિમાં તુફાન લાવી દીધું છે વોટ્સઅપે આ વાતની પુષ્ટિ કરી છે કે ઈઝરાઈલ ની સાયબર ખુફિયા કંપની એનએસઓ ગ્રુપ તરફથી ભારતીય માનવ અધિકાર કાર્યકર્તા અને પત્રકરોને સ્પાઈવેયર દ્વારા ટારગેટ કરી એમની જાસૂસી કરવામાં આવી છે. ગુરુવારે જયારે આ મુદ્દો સામે આવ્યો ત્યારે વિપક્ષે ફરી એકવાર મોદી સરકારને નિશાન બનાવી છે, પરંતુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે માત્ર સરકારને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

ઈઝરાઈલ કંપની દ્વારા Pegasus નામના સ્પાઇવેયર થી ભારતીય પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં 2 ડર્ઝન થી વધુ પત્રકારો, વકીલ અને હસ્તિયોં સામેલ છે. જો દુનિયાભરના આંકડાને લઈએ તો આ નંબર લગભગ 1400 સુધી જાય છે. હવે Pegasus ના દસ્તાવેજ જે સામે આવી રહ્યા છે, એનાથી ખુલાસો થઇ રહ્યો છે કે જાસૂસી માત્ર વોટ્સઅપ સુધી સીમિત નથી.
આ દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે કે Pegasus સ્પાઇવેયરની રમત વોટ્સઅપ સિવાય સેલ ડેટા, સ્કાઇપ, ટેલિગ્રામ, વાઇબર, એસએમએસ, ફોટો, ઇ-મેઇલ, કોન્ટેક્ટ, લોકેશન, ફાઇલ્સ, હિસ્ટ્રી બ્રાઉઝિંગ અને માઈક કેમેરા ને પણ પોતાના કબ્જામાં લઇ શકે છે. આ સ્પાઇવેયર દ્વારા ટારગેટ કરવામાં આવેલા ફોન નંબર ના કેમેરા, માઈક અને ડેટા ને ભેગા કરવામાં આવી શકે છે.
દસ્તાવેજો અનુસાર, એ માટે માત્ર સ્પાઇવેયર ને ઇન્સ્ટોલ કરવાની જરૂરત છે, જે માત્ર ફ્લેશ SMS થી પણ થઇ શકે છે

કોણ થયું શિકાર ?
અત્યાર સુધીમાં જે રિપોર્ટ આવી છે તેમાં ભારતના 10 એક્ટિવિસ્ટ એ વાતની પુષ્ટિ કરી છે કે વોટ્સઅપ તરફથી એમને કહેવામાં આવ્યું છે કે એમની જાસૂસી થઇ છે. જેમાં બેલા ભાટિયા, ભીમા કોરેગાંવ ના કેશમાં વકીલ નિહાલ સિંહ રાઠોડે વોટ્સએપથી એલર્ટની વાત સ્વીકારી છે. જે મેં 2019 માં બે અઠવાડિયા દરમિયાન થયું હતું।
એ સિવાય જગદલપુર લીગાડ એન્ડ ગ્રુપની શાલીની ગેરા, દલિત એક્ટિવિસ્ટ ડિગ્રી પરસાદ ચૌહાણ, આનંદ તેલતુમ્બલે, શુભાંશુ ચૌધરી, દિલ્હીના આશિષ ગુપ્તા, દિલ્હી યુનિવર્સીટીના પ્રોફેસર સરોજ ગિરી, પત્રકાર સિદ્ધાંત સિબ્બલ અને રાજીવ શર્માનું નામ સામેલ છે. જો કે વોટ્સઅપ આ નામોની પુષ્ટિ કરવાની ના કરી જે નિશાના પર હતા, પરંતુ આ બધાએ ચેતવણી આપવામાં આવી છે.
સરકાર તરફથી શું એક્શન લેવાઈ ?

આ મુદ્દો સામે આવ્યા પછી મોદી સરકાર એક્શનમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે વોટ્સઅપથી 4 નવેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે. કેન્દ્રીય IT મંત્રાલય રવિશંકર પ્રશાદે કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને વોટ્સઅપ થી આ વિષય પર જવાબ માંગવામાં આવ્યો છે. ભારત સરકાર લોકોની પ્રાઇવસીને પ્રોટેક્ટ કરવા તત્પર છે.
બાઇજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આ મામલે સખ્ત નિવેદન આપવામાં આવ્યું છે. MHA એ કહ્યું છે કે મીડિયા માં વોટ્સઅપ દ્વારા જાસૂસી ની જે ખબર ચાલી રહી છે, તે ભારત સરકારની છવિ ખરાબ કરવાનો પ્રયાસ છે. ભારત સરકાર નાગરિક ની પ્રાઇવસી અને અધિકારનું સન્માન કરે છે. આ મામલે સખ્ત માં સખ્ત પગલું ભરવામાં આવશે.

વોટ્સઅપ તરફથી આવેલ નિવેદન ?
આ મામલે વોટ્સઅપ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત ના કેટલાક એક્ટિવિસ્ટ અને પત્રકાર એનો શિકાર થયા છે. વોટ્સઅપ તરફથી હવે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ઈઝરાઈલ સાઇબર એજન્સી NSO ગ્રુપ વિરુદ્ધ કેશ કરવામાં આવ્યો છે જો કે NSO ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું છે કે પૂર્વમાં એમના તરફથી કેટલાક સોફ્ટવેર સરકારને આપવામાં આવ્યા છે, જો કે એના ખોટા ઉપયોગ માટે ના પણ કહેવામાં આવ્યું હતું.
વિપક્ષે સરકારને લીધી નિશાના પર
કોંગ્રેસના રાહુલ ગાંધી એ આ વિષય ને રાફેલ વિવાદ સાથે જોડી દીધો છે. તો રણદીપ સુરજેવાલે પણ કહ્યું કે બીજેપી સરકારની આ હરકતથી તેઓ હેરાન નથી.
એક્સપર્ટ શું કહે છે ?
સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ અભિષેક શર્મા નું કહેવું ચ કે આ મામલે આમ આદમી વધુ કઈ કરી નથી સકતા। જો કે એમને એ પણ કહ્યું કે ટેક્નોલોજી એટલી એડવાન્સ છે કે વોટ્સઅપ એમાં કઈ કરી ન શક્યું। પરંતુ વોટ્સઅપ એ એ પણ ધ્યાન આપવું જોઈએ કે હવે એવું કઈ ન થાય. એમણે સલાહ આપી છે કે લોકોને એપ્લિકેશન ને સમય સમયે અપડેટ કરવું જોઈએ.