ખેડૂતોને આપવામાં આવતા પાક વીમામાં ભાજપ સરકારે કૌભાંડ કર્યો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે જે અંગે કૉંગ્રેસનાં અમિત ચાવડાની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસે ગુજરાતની ભાજપ સરકાર પર આરોપ મૂક્યો કે, પાક વીમામાં 90.06 ટકા ભ્રષ્ટાચાર કરાયો છે. ખેડૂતોને 91.54 ટકા પાક વીમો મળવાપાત્ર હતો, જેની સામે તેઓને માત્ર 1.48 ટકા પાક વીમો જ ચૂકવાયો છે.ખેડૂત અગ્રણી, પાલ આંબલિયાએ પાક વીમાનું આખુ ગણિત સમજાવ્યું હતું.

તેમણે માહિતી આપતા કહ્યું હતું કે , પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ની કલમમાં સ્પષ્ટ જોગવાઇઓ છે. જેમાં એપમાં ઘણી વસ્તુઓ અપલોડ કરવામાં આવી હતી જે એપને હાલ બાજુ પર મુકી દેવામાં આવી છે. જો ખેતીનાં આંકડા આમાંથી લેવામાં આવે તો સ્પષ્ટ આંકડા મળે પરંતુ એપને બાજુમાં મુકતા તેમાંથી કોઇ આંકડા સ્પષ્ટ થતા નથી. જેથી તાલુકા અને જિલ્લા કક્ષાનાં માધ્યમથી આંકડા મંગાવે છે અને તેમાં ઘણી જ ગેરરીતિઓ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘અમે આ અંગે આરટીઆઈ પણ કરી હતી, પણ સરકાર કોઈ જ માહિતી આપતી નથી., આ દેશની અખંડીતતા દેશની સલામતી અને સાર્વભૌમિકતાને અસર કરે છે જેના કારણે આ પાકવીમાનો હિસાબ જાહેર કરવામાં આવતો નથી. જ્યાં ખેડૂતને 91.55 ટકા ખેડૂતોનો પાકો વીમાો થતો હો ત્યાં તેને માત્ર 1.48 જાહેર કર્યો છે. જો આની ખબર ખેડૂતોને ખબર પડે તો કેવો હાલ થાય? જેથી અમે અમારી કાર પર સૂત્રો લખીને ગામે ગામે ફરીને લોકોને પાકવીમા અંગે સમજાવીએ છીએ.’ પ્રેસ કોન્ફરન્સમાં બે ગામડાની માહિતી સાથે કૌભાંડ ખુલ્લો પાડવામાં આવ્યો છે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.