ગુજરાતમાં પાણી માટે હવે રાજકારણ શરૂ થયું. કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં સર્વે કરવાની વાત કરવામાં આવી હતી. જેના પગલે આજથી રાજકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા પાણીની માગ માટે ધરણાં પર બેઠા.
આજે લલિત વસોયા સૌરાષ્ટ્રના ધોરાજી, માણાવદાર અને કુતિયાણાના 60 જેટલાં ગામોમાં યોગ્ય પાણી પુરવઠો ન મળતાં તંત્ર સામે ધરણાં પર બેઠા છે. આ માટે તેઓ જિલ્લા ડેપ્યુટી ક્લેકટરની ઓફિસ પર ધરણાં માટે બેઠા છે.
સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભાદર-2નું દુષિત પાણી મળી રહ્યું છે ત્યારે ધોરાજીના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા સ્થાનિક ગ્રામજનોને યોગ્ય પીવાનું નર્મદાનું પાણી મળે તેવી માગણી કરી રહ્યા છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.