હાલ કોરોના વાયરસને લઇ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે દેશના જે વિસ્તારમાં જ્યાં વધુ કેસો નોંધાયા છે તે વિસ્તારને હોટસ્પોટ એટલે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 170 જિલ્લાઓ રેડ ઝોનમાં છે. જેમાંથી મોટા પાયે સંક્રમણની સ્થતિ 123 જિલ્લામાં છે તેમજ 47 જિલ્લા ક્લસ્ટર કરવામાં આવ્યા છે. ત્યારે 207 જિલ્લા એવા છે જે હોટસ્પોટ જાહેર નથી કરવામાં આવ્યા.
રેડ ઝોનને ગ્રીન ઝોન તરફ કેવી રીતે લઇ જવાશે ?

કેન્દ્ર સરકારે આપેલી માહિતી મુજબ, જો 14 દિવસ સુધી રેડ હોટસ્પોટ જિલ્લામાં કોઈ નવો કેસ નહીં નોંધાય તો તે ઓરેન્જ ઝોન જાહેર થશે અને તેને ગ્રીન ઝોન તરફ લઇ જવા પ્રયાસ કરાશે. અને જો 28 દિવસ સુધી કોઇ કેસ ન નોંધાય તો વાયરસનું સંક્રમણ કાબુમાં આવી ગયું કહેવાશે. 15 એપ્રિલે આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને જણાવ્યું છે કે કેસના રિપોર્ટના આધારે જિલ્લાને હોટ સ્પોટ, નોન-હોટસ્પોટ અને જ્યાં એક પણ કેસ ન નોંધાયો હોય આમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે .
કેવી રીતે વહેંચાયા જિલ્લાઓ ?

દેશમાં 80%થી વધુ કેસો છે. અને જ્યાં ચાર દિવસથી પણ ઓછા સમયમાં બમણા કેસ નોંધાયા છે. તેવા શહેરો અથવા જિલ્લાને હોટસ્પોટ (રેડ ઝોન) તરીકે ગણવામાં આવશે. જેની ગણતરી ગણતરી દર સોમવારે છેલ્લા સાત દિવસના આધારે કરવામાં આવે છે. જ્યાં આકરાં પગલાં લેવા પર ભાર મુકયો છે.
જે રાજ્યોમાં કે જિલ્લમાં વાયરસને કાબુમાં લેવા પગલાં લેવાયા છે અને અને જ્યાં કેસની સંખ્યા ઘટાડી શકાય તેવા વિસ્તારો નોન-હોટસ્પોટ ગણવામાં આવશે। જે જિલ્લામાં કો કેસ ન નોંધાયા હોય તે રાજ્યોએ ઇફેકિટવ સર્વેલન્સ ઓફ સિવિયર એકયુટ રેસ્પિરેટરી ઇન્ફેકશન (SAIR) અને ઇન્ફલુએન્ઝા લાઇફ ઇલનેસ (ILI) કેસ પર કામ કરવાનું રહેશે.
આ પણ વાંચો : કોરોના : ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવા પહેલા આ ખબર જરૂર વાંચી લેજો
