કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે છતાં કેટલાક ગામડાના લોકો આને ગંભીર તાથી નહિ લઇ રહ્યા અને અવર જવર કરે છે. ત્યારે તેલંગાણાના નાલગોંડા જિલ્લાના મદંપુરમ ગાંમની સરપંચ ગામના નાકે ડંડો લઇને ઉભી ગઈ છે. કારણ એ છે કે પોતાના ગામની અંદર કારણ વગર કોઈ વ્યક્તિને પ્રવેશ નથી કરવા દેવા માંગતી.

પોતાના ગામની બહાર લાકડી લઈને ઉભી રહે
23 વર્ષની સરપંચ અખિલા યાદવ BSc ગ્રેજ્યુએટ છે. એક રિપોર્ટ મુજબ કોરોના વાયરસને થયે લોકડાઉનની ગંભીરતા સમજીને તેઓએ શરૂઆતમાં સાવધાન થઈ ગામની બહાર બેરીકેડ લગાવી દીધા હતા. છતાં લોકો અવર જવર કરતા હતા માટે તે સવારથી લઈને બપોર સુધી પોતાના ગામની બહાર એક લાકડી લઈને ઉભી રહે છે. બપોરે બ્રેક લઇ પાછી ઉભી જાય.

વાજબી કારણે જ ગામમાં પ્રવેશ આપે
તેમણે જણાવ્યું, ‘પહેલા લોકો ગંભીરતાથી ન લેતા હતા. મેં ગામના રસ્તા પર બેરિકેડ લગાવી અહીં બેસી ગઈ. જો કોઈ વાજબી કારણ આપે તો જ લોકોને અંદર આવા દેતી.’ હવે લોકો લોકડાઉનનું પણ કડક પાલન કરી રહ્યા છે. જેથી તેમણે બેરિકેડ હટાવી લીધા છે. છતાં ગામનું રાઉન્ડ લગાવી લે છે તેમનું કહેવું છે કે, આ સમય વધારે સાવધાન રહેવાનો છે. ગાંમમાં એક વ્યક્તિને પણ ઈન્ફેક્શન થયું તો તે ઘણા લોકોમાં ફેલાઈ જશે. તેથી જ ગાંમમાં કોઈ નવા વ્યક્તિ અથવા નવું વાહન જોવે તો પુછેછે. તેઓ પોતે ઘરોના દરવાજા પર જઈને લોકોને જાણકારી આપતી રહે છે.
આ પણ વાંચો : કોરોના સામે લડવા OLX પર આટલા રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વેચાણ
