સુરતમાં કોરોનાને કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરકારે ઘણા નિયમોના પાલન સાથે વ્યાપાર ધંધાને ખોલવાની પરવાનગી આપી છે. સરકારના આ નિયમોના ઉલ્લંધન કે પોઝિટિવ કેસ આવતા તે યુનિટ બંધ કરવામાં આવે છે. સુરતના ડાયમંડ ઉદ્યોગોમાં ઘણા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે.
જેમાં તા. 17/09/20ના રોજ સરકારે જાહેર કરેલા S.O.Pના ઉલ્લંધન બદલ નોર્થઝોન (કતારગામ) વિસ્તારના ડાયમંડ યુનિટોમાંથી નોર્થઝોનમાં કતારગામના નીલકંઠ ડાયમંડમાં 16 સપ્ટેમ્બરે 2 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા પ્રથમ માળ પર આવેલા પોલીસિંગ વિભાગ બંધ કરવામાં આવ્યો છે.
આ સિવાય કતારગામના ધર્મજીવન કોમ્પ્લેક્સના પ્રથમ માળ પર આવેલા એસ. જોગાણી એક્સપોર્ટના તા.16/09/20ના રોજ 2 કોરોના વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા એસોર્ટિંગ વિભાગ બંધ કરવામાં આવ્યો છે. તેમજ ત્યાં વેન્ટિલેશન ઉપલબ્ધ ન હોવાથી રૂ. 2000નો દંડ પણ ફટકાર્યો છે.
કતારગામમાં વેડ રોડ પર આવેલા વર્ણીરાજ જેમ્સને પણ તા. 16/09/20ના રોજ બંધ કરાવેલ છે.
