રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં દુકાનદારો અને વેપારીઓ પોતે લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસો વધતા ST બસ સેવા અને ખાનગી બસો 10 દિવસ માટે બંધ કરી છે. આ સમય ગાળા દરમિયાન ખાનગી વાહન, ગૂડઝ પરિવહન વાહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે.તો રાજ્યના વિવિધ શહેરોમાં વેપારીઓ દ્વારા સ્વમ્ભુ બંધ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં બપોર સુધી દુકાનો ખુલ્લી
ગામડાઓ અને શહેરોમાં દુકાનો બપોર સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. તો શહેરોમાં વેપારીઓએ દુકાન ખોલવાનો અને બંધ કરવાનો સમય નક્કી કર્યો છે. અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો જેવા કે ચિલોડા, દહેગામ, ડભોઈ, લુણાવાડા રાજપીપળા, છોટા ઉદેપુર, ધ્રાંગધ્રાં, પાલનપુરમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનો વેપારીઓએ નિર્ણય લીધો છે.
પાટણમાં સ્વમ્ભુ લોકડાઉન
પાટણમાં કોરોનાના કેસ વધતા પાટણમાં 31 જુલાઈ સુધી બપોર 1 વાગ્યા સુધી જ બજારો ચાલું રાખવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે સિદ્ધપુરમાં પણ 15 ઓગસ્ટ સુધી દુકાનો 2 વાગ્યા સુધી જ ખુલશે. પાલિકા દ્વારા બપોરના 2 વગ્યા બાદ તમામ ધંધા-રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે. જેથી 14 દિવસ સ્વમ્ભુ બંધ રહેશે.
ઊંઝા માર્કેટિંગ યાર્ડ
કોરોના સંક્રમણ વધતા ઊંઝા માર્કેટયાર્ડ 2 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી ઉંઝાનું એપીએમસી માર્કેટ 2 તારીખ સુધી બંધ રહેશે. ઊંઝા વેપારી એસોસિએશન અને ઊંઝા વેપારી મંડળની ભલામણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.
રાજકોટ
રાજકોટમાં સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાની જાહેરાત મુજબ, આજથી એક ઓગસ્ટ સુધી રાજકોટની સોની બજાર બંધ રહેશે.
સુરત હીરા ઉદ્યોગકારોની માંગ
સુરતના હીરા ઉદ્યોગકારોએ સમય વધારવા માંગણી કરાઈ છે. તેઓ સરકાર પાસે સમય બપોરે 2થી 6 બદલી સવારે 10થી સાંજના 6 સુધી છૂટની માગ કરી છે. તેઓના જણાવ્યા મુજબ ઓછા સમયમાં પ્રોસેસિંગ કાર્ય મુશ્કેલ બન્યું છે, અને હીરા ઉદ્યોગમાં કામના ફાંફા પડી રહ્યા છે. તો બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ 31 જુલાઈથી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. તબીબોએ 6 મહિનાની રૂ.7.50 લાખ ફી માફ કરવા માગ કરી છે. કોવિડ, ઈમરજન્સીમાં કાર કરતા અભ્યાસને નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : આ કારણે મુકાશે રામ મંદિરના 2000 ફીટ નીચે મુકાશે એક ટાઈમ કેપ્સ્યુલ
