એક તરફ આખી દુનિયામાં કોરાના વાયરસથી અફરા તફરીની સ્થિતિ છે તો તેમાંથી અમેરિકા પણ બાકાત નથી. અમેરિકાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 12 રાજયોમાં 3774 લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે અને 69 લોકોના મોત થયા છે. આ સ્થિતિમાં મેડીકલ સંબંધિત સામાનો કરતાં બંદૂકો અને ગોળા બારુદ ખરીદવાની હોડ જામી છે.

હાલ અન્ય દેશોમાં મહામારીની સ્થિતિમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને મેડિકલ સંસાધનોની ખરીદી વધતી હોય છે, પરંતુ નવાઇની વાત તો એ છે કે અમેરિકામાં લોકો બંદૂકો ખરીદવા લાગ્યા છે. કેલિફોર્નિયા,ન્યૂયોર્ક અને વોશિંગ્ટનમાં જે ઝડપે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેનાથી પણ વધુ ઝડપે લોકો ગન સહિતના હથિયારો ખરીદવા લાગ્યા છે.
આ પણ વાંચો : કોરોનાની આફત વચ્ચે મોદી સરકારે બદલાય આ નિયમો, 75 કરોડ લોકોને થશે લાભ

એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ વીડિયો શેર થઇ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ગન ખરીદવા માટે દુકાનોમાં લાઇન લાગી છે. અમેરિકાના અખબાર લૉસ એન્જેલસ ટાઇમ્સના જણાવ્યા અનુસાર 23 ફેબુ્આરીએ કોરોના વાયરસની અસર દેખાવા માંડી કે તરત જ આત્મરક્ષા માટેના હથિયારોની ખરીદીનું પ્રમાણ વધી રહયું છે.

ચીન પછી સૌથી વધુ કોરાના વાયરસની અસર ઇટલીમાં થયા પછી યુરોપ અને અમેરિકામાં લોકો કોરોનાના ડરથી પીડાઇ રહયા છે. ગન અને ગોલા બારુદ ખરીદી રહેલા લોકોનું માનવું છે કે કોરાનાની મહામારી લાંબી ચાલે અને વ્યાપાર ધંધા ભાંગી પડે તેવા સંજોગોમાં ભોજન, દવા સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત સર્જાશે. આથી તેની લૂંટફાટ પણ થઇ શકે છે. એ સમયે પોતાના પરિવાર અને જાનમાલનું રક્ષણ કરવા હથિયારો જ કામમાં આવવાના છે.

કેટલાકને એવો પણ ડર છે કે કોરોના કટોકટીના કારણે પછીથી હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મુકાઇ શકે છે. આથી જીવન જરૂરીયાતની વસ્તુઓની સાથે હથિયારોનો ઉપાડ વધી રહ્યો છે. કોરોનાના વાયરસની મહામારીના પગલે ટોયલેટ રોલ, સેનિટાઇઝર અને માસ્ક જેવી અતિ આવશ્યક વસ્તુઓની તંગીના પગલે દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે ઝઘડાઓ પણ વધતા જાય છે.
