ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાની કાળાબજારી અને ડુપ્લીકેટ દવા વેચાવા લાગી છે. જેના કારણે, અમદાવાદના રાણીપમાં રહેતા ભરતકુમાર જશવન્તલાલ રાવલ નામના સિનિયર સિટીઝને કોરનાની ડુપ્લીકેટ દવાના મામલે PM મોદીને પત્ર લખીને જાણકારી આપી છે. આ કાર્ય તેમને રાજ્યના લોકોની ભલાઈ માટે કર્યું છે.

કોરોના સંકટ વચ્ચે ચાલતો ડુપ્લીકેટ દવાના ઘણા મામલા સામે આવતા હોવાનું જણાવીને ફૂડ & ડ્રગ વિભાગ સામે તપાસની કરી માગ કરી છે. તે ઉપરાંત, CID-CBI એજન્સી પાસે તપાસની પણ માંગ કરી છે. સિનિયર સિટીઝન હાઇકોર્ટમાં પણ કરશે અરજી કરશે તેવું જાણવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ભારતમાં એક વર્ષમાં બેંકો સાથે આટલા હજાર કરોડની થઇ છેતરપિંડી, RTI દ્વારા જાહેર થયા આંકડાઓ
પત્રમાં આ વિગતોનો કર્યો ઉલ્લેખ
- ડુપ્લીકેટ સેનિટાઈઝર, દવા, હેન્ડવોશ, ટોસિલિજુમેબ ઇન્જેક્શન ના કારોબારી માટે ખરેખર જવાબદાર FDCA ના કમિશનર વિરુદ્ધ CID, CBI જેવી એજન્સી દ્વારા ઉચ્ચ તપાસ કરવાની માંગણી.
- પત્ર લખી સરકાર ની આંખ ઉગાડવાની કોશિશ કરતા FDCA ના એક્સ્ટેન્શન પર ચાલતા નિવૃત અધિકારી અને કમિશનરને ફરીથી એક્સટેન્શન આપીને 6 કરોડ જનતા ના સ્વાસ્થ્ય સામે ખેલવાડ કરવાના કારસો રચનાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ થવી જોઈએ.
- એકબાજુ GMSCL ના ડાયરેકટરને પદ પરથી હટાવીને પ્રજા નું ધ્યાન ભડકાવી ને FDCA ના અધિકારીઓ ને બચાવી ને FDCA ના કમિશ્નર ને એકસ્ટેનશન ઉપર એકસ્ટનશન આપવામાં આવી રહ્યું છે.
- સૌથી મોટો આક્ષેપ કરતા જણાવ્યું કે, આ ડુપ્લીકેટ દવાઓના કૌભાંડમાં અધિકારીઓનો પણ હાથ છે માટે આ પ્રકારના કૌભાંડ સફળ થાય છે.
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોલેટરી આપવામાં આવેલી દવાનો રિપોર્ટ 3 મહિના પછી આવે છે ત્યાં સુધી આ દવાનો ઉપયોગ થઇ ચુક્યો હોય છે.
