ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 2000 પાર પહોંચી ગયા છે. ત્યારે રાજ્યની સ્થિતિને લઇ CMO સચિવ અશ્વિની કુમારે માહિતી આપી હતી. અશ્વિની કુમારે જણાવ્યું કે, વધુ ટેસ્ટિંગ કરવા માઈક્રો સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવશે. જૂન મહિના સુધીનો માઇક્રો પ્લાન બનાવવામાં આવશે. માઈક્રો પ્લાન રજૂ કરવા કલેક્ટરોને સૂચના અપાઈ છે.
ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી
રાજ્યમાં ઉદ્યોગો અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, 34,000 ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે અને હાલ 2.40 લાખ શ્રમિકો કામ કરી રહ્યા છે. આજે 7 જિલ્લામાં 8.47 લાખ ખાતાધારકો 1-1 હજાર સહાય આપવામાં આવી છે. અમરેલી, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગરમાં DBTથી સહાય આપવામાં આવી છે. જ્યારે NFSA કાર્ડધારકોને રૂ.1000ની સહાય અપાઈ.
ખેડૂતો પાસેથી તમાકુના પાકની ખરીદ
તેમણે કહ્યું કે ખેડૂતો પાસેથી તમાકુના પાકની ખરીદ કરવામાં આવી છે. પાકની કુલ આવક 2.31 લાખ ક્વિન્ટલ છે. રાજ્યમાં 121 યાર્ડ કાર્યરત છે. 2 કરોડ 10 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરાર્યું છે. આ સિવાય રાજ્યમાં કોવિડ હોસ્પિટલ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે 4 મહાનગરોમાં સ્પેશિયલ કોવિડ હોસ્પિટલની સુવિધા કરાઈ છે. દરેક જિલ્લામાં 100-100 બેડની હોસ્પિટલ છે. અમદાવાદમાં 3 ખાનગી હોસ્પિટલોને મંજૂરી અપાઈ છે.
આ પણ વાંચો : એક્સનમાં મોદી સરકાર, સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરવું પડશે ભારી
