રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આ વધતા સંક્રમણને લઇ સરકારે હાઇકોર્ટના આદેશ બાદ એક પરિપત્ર બહાર પાડ્યો છે. સરકારે રાજ્યમાં 20થી વધુ બેડ ધરાવતી ખાનગી હોસ્પિટલોના 50% બેડ કોરોના દર્દીઓ માટે રાખવાનો આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ હાઇકોર્ટે કરવામાં આવેલી કોરોના વાયરસની સ્થતિને લઇ રજૂઆતો, ફરિયાઓ અને અહેવાલોને લઇ સુઓમોટો લઇ સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેને લઇ સરકારે આ નિર્ણય લીધો છે.
50% બેડ ફરજીયાત

સરકારે આરોગ્ય વિભાગના માધ્યમથી પરિપત્ર બહાર પાડી રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે 20થી વધુ પથારી ધરાવતી પ્રાઇવેટ હૉસ્પિટલોને ફરજીયાત 50 ટકા બેડ રિઝર્વ રાખવાનો આદેશ કર્યા છે. વધુમાં પ્રાઇવેટ હૉસ્પિટલમાં સરકારે નક્કી કરેલા દર મુજબ જ સારવાર થશે. આ આયોજન સુચારૂં રીતે લાગુ પાડવા માટે સરકારે જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી અને દવાખાનાઓને તાકીદ કરી છે.
સરકારે નક્કી કરેલ દર
સરકારે દર નક્કી કર્યાપ્રાપ્ત અહેવાલો મુજબ આ સારવાર માટે સરકારે ઓપીડી કન્સલ્ટેસનનો દર અને દર્દી દીઠ બ્લડ ટેસ્ટનો દર 200 રૂપિયા નક્કી કર્યો છે. આ ઉપરાંત આઇસોલેશન બેડનો ચાર્જ પ્રતિદિન 1800 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તેમાં એચડીયુ સુવિધા સાથે 2700 રૂપિયાી દર નક્કી કરાયો છે જ્યારે આઇસોલેશન પ્લસ આઇસીયુ એમાં વેન્ટિલેટર સિવાયનો દર 3600 રૂપિયા નક્કી કરાયો છે જ્યારે વેન્ટિલેટરની સેવા હોય તેનો દર 4500 રૂપિયા નક્કી કરાયો છે.
આ પણ વાંચો : શું હાઇકોર્ટની ટકોર પછી અમદાવાદ સિવિલ તંત્ર જાગ્યું ?
